Kheda : રણુજાથી દર્શન કરી પરત ફરતાં હોમગાર્ડ જવાનોને નડ઼્યો અકસ્માત, ચારના મોત
તમામ કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરે છે. બે વ્યક્તિ મોટા રામપુરા અને એક ગરોડ તથા એક વાઘાવતના રહેવાસી છે. તમામ મિત્રો રણુજા દર્શને ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે કપડવંજ પાસે અકસ્માત નડ્યો હતો.
ખેડાઃ કપડવંજથી મોડાસા રોડ પર વહેલી સવારે અકસ્માત થયો હતો. કાવઠ પાટીયા નજીક કાર અને આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ઓવરટેકિંગ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 1 ઇજાગ્રસ્ત થયા હતા. રણુજાથી દર્શન કરી પરત ફરી રહેલા હોમગાર્ડ મિત્રોને અકસ્માત નડ્યો હતો. કપડવંજ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
કેળા ભરેલી આઈસર ટ્રક નં. RJ-06-GB-1433 અને કાર નં. GJ-07-DA-8318 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સામસામા ધડાકાભેર અથડાતાં કારનો કુચ્ચો વળી ગયો હતો. અકસ્માત બાદ આઈસર ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર 5 હોમગાર્ડ મિત્રો પૈકી 4ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે દિલીપભાઈ અભયસિંહ સોલંકી (ઉં. વ. 29) નામની વ્યક્તિને તરત સારવાર અર્થે ખસેડાયો છે. અકસ્માતનો ભોગ બનનાર તમામ કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરે છે, જેમાં બે વ્યક્તિ મોટા રામપુરા અને એક ગરોડ તથા એક વાઘાવતના રહેવાસી છે. તમામ મિત્રો રણુજા દર્શને ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે કપડવંજ પાસે અકસ્માત નડ્યો હતો.
ઘટનાની જાણ થતા કપડવંજ રૂરલ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. ચારેય મૃતકોને પોસ્ટ મોર્ટમ અર્થે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા છે. આઇ20 કાર નંબર જીજે-07-ડીએ 8318 નંબરની કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
મૃતકોનાં નામ
શૈલેષ કેદરસિંહ રાઠોડ (ઉં.વ. 33)
નરેન્દ્રભાઈ નાનાભાઈ રાઠોડ (ઉં.વ. 35)
મહેશભાઈ રયજીભાઈ ઝાલા (ઉં.વ. 48)
રમેશભાઈ મોતીભાઈ ઝાલા (ઉં.વ. 55)