C.R. પાટિલ દ્વારા રેમડેસિવિર ઈંજેક્શન આપવા મુદ્દે રૂપાણી સરકારે હાઈકોર્ટમાં કહ્યું, આ વિતરણ અટકાવી શકાયું હોત પણ.....
સી.આર. પાટીલ દ્વારા ભાજપ કાર્યાલય પરથી રેમડિસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરાયું તે અંગે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે, આ કામગીરીમાં કોઇ બદઇરાદો નહોતો અને લોકોને મદદ કરવાનો હેતુ હતો. ઉત્સાહનભેર દાન કરવાના હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસો (Gujarat Corona Cases) વધી રહ્યા છે અને સ્થિતી ગંભરી બની રહી છે ત્યારે કોરોનાની સ્થિતીને સંભાળવામાં ગુજરાત સરકારની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) સોમવારે થયેલી સુનાવણીમાં નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર કોરોના સામે લડવામાં નિષ્ફળ રહ્યું હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને બરાબરની ખખડાવી હતી.
આ સુનાવણી દરમિયાન સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C.R.Patil) દ્વારા ભાજપ કાર્યાલય પરથી રેમડિસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરાયું તેનો મુદ્દો પણ ઉઠ્યો હતો ને આશ્ચર્યજનક રીતે રાજ્ય સરકારે સી.આર. પાટીલ દ્વારા ભાજપ કાર્યાલય પરથી રેમડિસિવિર ઇન્જેક્શનનું (Remdesivir Injection) વિતરણ કરાયું એ મુદ્દે બચાવ કર્યો હતો.
સી.આર. પાટીલ દ્વારા ભાજપ કાર્યાલય પરથી રેમડિસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરાયું તે અંગે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે, આ કામગીરીમાં કોઇ બદઇરાદો નહોતો અને લોકોને મદદ કરવાનો હેતુ હતો. ઉત્સાહનભેર દાન કરવાના હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઇન્જેક્શન કાયદેસર રીતે મેળવવામાં આવ્યા હતા અને વિના મૂલ્યે લોકોને આપવામાં આવ્યા હતા. આ પ્રકારનું વિતરણ અટકાવી શકાયું હોત પરંતુ તેમાં કંઇ ખોટું હોય તેવું લાગી રહ્યું નથી તેવી રજૂઆત રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.