(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: અમદાવાદના આ વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો, ચોંકાવનારુ છે કારણ
અમદાવાદ: શહેરના આંબાવાડીમા મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની હતી. આંબાવાડીના ભૂદપુરા વિસ્તારમાં આવેલ ગણેશનગરના રહીશો અને મહાત્મા ગાંધીકુંજના રહીશો સામસામે આવી જતાં મામલો બીચક્યો હતો.
અમદાવાદ: શહેરના આંબાવાડીમા મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની હતી. આંબાવાડીના ભૂદપુરા વિસ્તારમાં આવેલ ગણેશનગરના રહીશો અને મહાત્મા ગાંધીકુંજના રહીશો સામસામે આવી જતાં મામલો બીચક્યો હતો. બન્ને પક્ષના સ્થાનિકોનો આક્ષેપ છે કે દારૂના સેવનના કારણે દારૂની કોથળી તેમજ દારૂની બોટલ વારંવાર ફેંકવામાં આવે છે તેના કારણે પથ્થરમારો થયો હોવાની પ્રાથમિક માહીતી હાલ સામે આવી રહી છે. તો પથ્થરમારાના લાઈવ દશ્યો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતા એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મામલો થાળે પાડયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે દારૂ પી ને લોકો બબાલ કરી રહયા છે.
પાંચ બંદૂકધારી લૂંટારાને કોન્સ્ટેબલે ફક્ત લાકડી હાથમાં લઈ પડકાર્યા
ભરુચઃ અંકલેશ્વરમાં ગત ચાર ઓગસ્ટે યુનિયન બેંકમાં લૂંટની ઘટના બની હતી. આ લૂંટની ઘટનામાં એક કોન્સ્ટેબલની બહાદૂરી સામે આવી છે, જેણે ફક્ત લાકડી પોતાના હાથમાં હોવાથી પાંચ બંદૂકધારી લૂંટારીને પડકાર્યા હતા. જેને કારણે લૂંટારને પૈસા ભરેલી એક બેગ મૂકી દેવાની ફરજ પડી હતી. આ પછી પોલીસ આવી જતાં લૂંટારા અને પોલીસ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. જેમાં એક લૂંટારું પકડાઈ ગયો હતો. તેમજ આ પછી અન્ય ચારને પણ પકડી લેવાયા હતા.
જાંબાજ પોલીસ કોન્સ્ટેબલનું નામ ધર્મેન્દ્રસિંહ ઝાલા છે. તેઓ અગાઉ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા હતા તેમજ અત્યારે તેમની બદલી અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં કરાઈ છે. તેઓ બેંક પાસેની એક દુકાનમાં વસ્તુ લેવા ગયા ત્યારે લૂંટારું માસ્કમાં બેંક પાસે આવ્યા હતા. કોન્સ્ટેબલે અત્યારે કોરોના સંક્રમણ ન હોવા છતાં માસ્કમાં પાંચેયને જોતા શંકા ગઈ હતી. જેથી તેમણે લૂંટારું બેંકમાં જતાં જ કોન્સ્ટેબલ પણ તે તરફ ચેક કરવા માટે ગયા હતા.
દરમિયાન બેંક પાસે જ એક બાઇક ચાલક ઊભો હતો. જેણે કોન્સ્ટેબલને બેંકમાં ચોર ઘૂસ્યા હોવાનું કહ્યું હતું. બીજી તરફ લૂંટારા લૂંટ કરીને બહાર નીકળતા કોન્સ્ટેબલે લાકડી લઈને તેમને રોક્યા હતા. જેથી તેમણે પણ કટ્ટો કાઢીને કોન્સ્ટેબલને ધમકાવ્યા હતા. તેમજ એક લૂંટારાએ કોન્સ્ટેબલને કટ્ટો મારીને પાડી દેવાનો પ્રયાસ કરી ભાગવા ગયા પરંતુ કાર સાથે બાઇક અથતાં એક થેલો નીચે પડી ગયો હતો. તેણે ફાયરિંગ પણ કર્યું હતું. જોકે, તે નિશાન ચૂકી ગયો હતો. આ પછી કોન્સ્ટેબલે નીચે પડી ગયેલો થેલો બેંકમાં મૂકી દીધો હતો. તેમજ આ પચી તેઓ લૂંટારુ પાછળ ભાગ્યા પરંતુ ત્યાં સુધીમાં એ જતા રહ્યા હતા. આ પછી કોન્સ્ટેબલે તરત પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. કોન્સ્ટેબલ થેલો મુકવા અંદર ગયા ત્યારે અંદરના તમામ લોકો ખૂબ જ ડરેલા હતા. કારણ કે, અંદર લગભગ સ્ટાફનામાં જ લોકો હતો. બેંક બંધ થવાના સમયે જ લૂંટારા ત્રાટક્યા હતા.