શોધખોળ કરો

Lumpy Virus : અમદવાદના વિરમગામમાં એક પશુમાં જોવા મળ્યાં લમ્પી વાયરસના લક્ષણો, સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા

Lumpy virus in Ahmedabad : અમદાવાદ જિલ્લાના વિરમગામ ગ્રામ્યમાં લંપી વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.

Ahmedabad : ગુજરાતમા લમ્પી  વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના પશુપાલકોની ચિંતામાં વધારો કરતા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ ગ્રામ્યમાં  લમ્પી વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેનું સેમ્પલ ભોપાલની લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યું છે. જેનું પરિણામ બે દિવસમાં આવશે. જો કે રાહતની વાત એ છે કે આ શંકાસ્પદ કેસ નોંધાયો તે પશુપાલકના 2-3 કિલોમીટરની રેન્જમાં અન્ય કોઈ પશુપાલક નથી.

અમદાવાદ જિલ્લામાં 06 લાખ પશુઓ છે. ત્યારે તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. બોર્ડર વિસ્તારોમાં સઘન સર્વે હાથ ધરાયો છે. તાલુકાઓમાં પણ પશુચિકિત્સકોની ટીમ બનાવાઈ છે. લંપી વાયરસની રસી અસરગ્રસ્ત કેસના 05 કિલોમીટર વિસ્તારમાં પશુઓને અપાય છે.

કેન્દ્રીય પશુપાલન મંત્રી પરોષોત્તમ રૂપાલાએ પોરબંદરની લીધી મુલાકાત
પોરબંદર સહિત રાજ્યભરમાં લમ્પી વાઇરસના કારણે ગૌવંશ મોતને ભેટી રહ્યા છે તેવા સમયે કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગના રાજ્યમંત્રી પરોષોત્તમ રૂપાલા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા અને લમ્પી વાઇરસ અંગે  સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ ઉદ્યોગનગર ખાતે ગૌવંશ માટે બનાવમાં આવેલા આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું.

આ તકે કેન્દ્રીય મંત્રી પરોષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે પોરબંદર  સહિત રાજ્યભરમાં લમ્પી  વાયરસના ભરડામાં ગૌવંશ આવ્યો છે,  તેની સામે રાજ્ય અને કેન્દ્ર સરકાર તકેદારીના તમામ પગલાં લઈ રહી છે. પશુઓને વેકસીનેશન આપવાની કામગીરી ચાલી રહી છે.  પોરબદરમાં ગૌવંશને બચાવા માટે સામાજિક સંસ્થા આગળ આવી છે ખૂબ આવકારદાયક છે. ખાસ નેહલબેન કારાવદરા અને તેમની ટિમની કામગીરીને બિરદાવી હતી સેવાભાવી સંસ્થાના કારણે પોરબદરમાં પશુઓમાં લમ્પી વાયરસ સંક્રમણ ઘટ્યું છે અને મૃત્યુઆંકમાં ઘટાડો થયો હોવાનું રૂપાલાએ જણાવ્યું હતું. પોરબંદરમાં લમ્પી  વાયરસ સામે લડવા માટે સેવાભાવી સંસ્થા આગળ આવી છે તેવો પ્રયોગ દેશ અને રાજ્ય માં પણ કરવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget