શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં પાનના ગલ્લાવાળા કેમ ફફડીને સ્વૈચ્છિક રીતે જ રાખી રહ્યા છે ગલ્લા બંધ? જાણો વિગત
સોમવારે દંડની નવી જોગવાઈ બાદ મંગળવારે પાનના ગલ્લા અનેક વિસ્તારોમાં સ્વયંભૂ બંધ જોવા મળ્યા હતા.
અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ગઈ કાલે શહેરમાં માસ્ક ન પહેરવા પર અને જાહેરમાં થૂંકવા પર દંડ વધારીને 500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. તેમજ પાનના ગલ્લા પાસે થૂંકવાની પ્રવૃત્તિ થાય તો દુકાન ધારકને 10 હજારનો દંડ નક્કી કરાયો છે. AMC દ્વારા સોમવારે દંડની નવી જોગવાઈ બાદ મંગળવારે પાનના ગલ્લા અનેક વિસ્તારોમાં સ્વયંભૂ બંધ જોવા મળ્યા હતા.
નાગરિકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા હોઇ 10 હજારના દંડ સામે ગલ્લા ધારકોમાં ડર ફેલાયો છે. આગામી બે દિવસ સુધી પાનના ગલ્લા ખોલવામાં ન આવે તે પ્રકારની એકમના માલિકોની તૈયારી છે. સોમવારે પાનના ગલ્લાના 376 યુનિટ સીલ કરાયા હતા અને 1,02,500 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો.
શહેરમાં નિયમોનું કડક પાલન કરવવા માટે મનપાની 200 ટીમ દ્વારા આજે અલગ અલગ સ્થળ પર ચેકિંગ કરાશે. શહેરમાં માસ્ક નહીં પહેરો તો 500 રૂપિયા દંડ ફટકારશે. તેમજ પાન ગલ્લા પર ટોળા દેખાય તો થશે 10,000 દંડ થશે. મનપાની ટીમ આજે દંડની સાથે સીલીંગની કાર્યવાહી પણ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion