Ahmedabad: બાપુનગરમાંથી 19.41 લાખની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું, બે આરોપીની ધરપકડ
અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત છે. શહેરમાંથી ફરી એક વખત MD ડ્રગ્સ ઝડપાયું છે. બાપુનગરથી મહિલા સહિત બે આરોપીની 19.56 લાખના ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ: અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત છે. શહેરમાંથી ફરી એક વખત MD ડ્રગ્સ ઝડપાયું છે. બાપુનગરથી મહિલા સહિત બે આરોપીની 19.56 લાખના ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. 19.41 લાખની કિંમતનું 194 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી સામે આવી છે. ડ્રગ્સ સાથે સાદિક ઉર્ફે બાબુ અંસારી અને રૂકસાનાબાનું ઉર્ફે આઇશા અંસારીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. SOG ક્રાઇમને માહિતી મળી હતી કે બાપુનગર પાસેથી ડ્રગ્સ લઇને બે શખ્સો પસાર થવાના છે. આ માહિતીના આધારે SOGએ આ બંને લોકોને પકડી લીધા હતા.
બંને આરોપીની પુછપરછમાં સામે આવ્યુ છે કે તેમને ડ્રગ્સ આપનાર મુંબઇનો વોન્ટેડ આરોપી છે.મુંબઇથી જ તે લોકો ડ્રગ્સ લાવ્યા હતા અને અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં તેઓ આ ડ્રગ્સનું વેચાણ કરવાના હતા.આ બંને આરોપી છેલ્લા એક વર્ષથી મુંબઇથી આ જ રીતે ડ્રગ્સનો જથ્થો લાવતા હતા.
આ ડ્રગ્સ કેસમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓએ અત્યાર સુધીમાં ક્યાં-ક્યાં અને કેટલા લોકોને ડ્રગ્સ આપી ચુક્યા છે.આ બાબતે પોલીસે તપાસ શરુ કરી છે.
અમદાવાદમાં વધતી જતી ગુનાખોરી મુદ્દે શહેર પોલીસ કમિશનરે આપ્યું મોટું નિવેદન
અમદાવાદમાં ગુનાખોરી મુદ્દે પોલીસ કમિશનર જી એસ મલિકે મોટું નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે,ગુનાઓ બે-પાંચ ટકા વધે કે ઘટે તેનાથી કોઈ ફરક નથી પડવાનો, ગભરાવાની જરૂર નથી, શહેરમાં ગુનાખોરી કાબુમાં છે. ગુનો નોંધાય છે તે મહત્વની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે, દરેક વાહનની તપાસ કરવી શક્ય નથી પણ હા રિવરફ્રન્ટ પર CCTV જરૂરી છે. આ મુદ્દે સંબંધિત વિભાગને જાણ કરવામાં આવશે
ઉલ્લેખનિય છે કે, હાલ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફાયરિંગ અને આત્મહત્યાના મામલે તપાસ ચાલી રહી છે. આ પહેલા શાહપુર અને વટવામાં પણ હત્યાની ઘટના બની હતી. સતત બની રહેલી ગુનાખોરીની ઘટનાને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, માધ્યમોમાં બતાવવામાં આવે છે કે, અમદાવાદ ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે પરંતું ગુનાખોરીની માત્રા વધતી ઘટતી રહે તેના માટે પેનિક થવાની જરૂર નથી. રિવરફ્રન્ટવાળી ઘટના મર્ડર કે ફાયરિંગની નથી તેમાં સ્મિતે ડરના માર્યા આપઘાત કર્યો છે.