શોધખોળ કરો
Advertisement
ધારાસભ્યોના સારવારનો ખર્ચ જનતાના શિરે, સરકાર ચુકવશે પ્રાઇવેટ હૉસ્પિટલમાં લીધેલી સારવારનો ખર્ચ
અમદાવાદઃ ગુજરાતના વર્તમાન અને ધારાસભ્યોની ખાનગી હૉસ્પિટલમાં લીધેલી સારવારનો ખર્ચો રાજ્ય સરકાર ચુકવશે તેવી જોગવાઈ કરાશે. આ માટે ટૂંક સમયમાં જ ક વટહુકમ બહાર પડાશે. હાલમાં ખાનગી હૉસ્પિટલમાં સારવાર લેનારા ધારાસભ્યને સારવારનો ખર્ચ સરકાર ચુકવતી નથી પરંતુ હવે આ સારવાનો ખર્ચો સરકારી તિજોરીમાંથી એટલે કે લોકોના ટેક્સના નાણાંમાંથી ચુકવાશે. વિશ્વસનિય સુત્રોના જણાવ્યાં અનુસાર સરકારી અધિકારી-કર્મચારીની જેમ ધારાસભ્યો પણ જો નિયત કરેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લે તો આ સારવાનો ખર્ચો સરકારી તિજોરીમાંથી ચુકવાશે. રાજ્યાના વર્તમાન 182 ધારાસભ્યો અને તમામ પૂર્વ ધારાસભપ્યો માટે આ જોગવાઈ અમલમાં લવાશે. સરકાર આગામી સપ્તાહમાં કેબિનેટમાં આ વટહુકમ મંજૂર કરાવાની રાજ્યપાલને મંજૂરી માટે મોકલી આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion