શોધખોળ કરો

સમભાવ ગ્રુપ પર ITના દરોડામાં મળી આવ્યા 1000 કરોડ થી વધુના બિનહિસાબી વ્યવહારો

અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે બુધવારે હાથ ધરેલા મેગા ઓપરેશનમાં મોટી ગેરરીતિ સામે આવી છે.  સમભાવ ગ્રૂપ પર પાડેલા દરોડા દરમિયાન કુલ 1 હજાર કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.

અમદાવાદ: અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે બુધવારે હાથ ધરેલા મેગા ઓપરેશનમાં મોટી ગેરરીતિ સામે આવી છે.  સમભાવ ગ્રૂપ પર પાડેલા દરોડા દરમિયાન કુલ 1 હજાર કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. સમભાવ ગ્રુપ પર ITના દરોડામાં મળી આવ્યા 1000 કરોડ થી વધુના બિનહિસાબી વ્યવહારો. ઈન્કમટેક્સ વિભાગે બુધવારે મેગા ઓપરેશન હાથ ધરીને શહેરના સમભાવ ગ્રૂપ સહિત 6 મોટા બિલ્ડરોના ઠેકાણાં ઉપર દરોડા પાડ્યા હતા. આ મેગા ઓપરેશનમાં ઈન્કમટેક્સ વિભાગના 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે એકસાથે 24 ઠેકાણાં પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સમભાવ ગ્રૂપની વર્ષો જૂની નાણાંકીય ગેરરીતિ મળી આવી છે.

આવકવેરા વિભાગે દરોડા દરમિયાન સમભાવ ગ્રૂપના 150 કરોડ રૂપિયાની બિનહિસાબી લોનના દસ્તાવેજો જપ્ત કર્યાં છે. જ્યારે રશીદોના આધારે 500 કરોડની ગેરરીતિ સામે આવી છે.

હાલ IT વિભાગે 2.71 કરોડ રૂપિયાના દાગીના જપ્ત કરીને 14 લોકર સીલ કરીને ચકાસણી હાથ ધરી છે. હજુ પણ સમભાવ ગ્રૂપ અને રિયલ એસ્ટેટ બ્રોકર સામે ઈન્કમટેક્સ વિભાગની તપાસ ચાલુ જ છે.

જણાવી દઈએ કે, બુધવારે વહેલી સવારે અમદાવાદના સમભાવ ગ્રુપ, કે મહેતા ગ્રુપ, યોગેશ પૂજારા તથા દિપક ઠક્કર સહિતના બિલ્ડરોના ઠેકાણાં પર ઈન્કમટેક્સ વિભાગે રેડ કરી  હતી. ઈન્કમટેક્સ વિભાગની ટીમોએ વહેલી સવારે 4 વાગ્યાથી અલગ-અલગ ટીમો સાથે બિલ્ડરના ઘર, ઑફિસ સહિત અન્ય ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગની કાર્યવાહીથી શહેરના બિલ્ડર્સ ગ્રુપમાં ફફડાટ ફેલાયો છે.

Ahemdabad: એસ.પી રિંગ રોડ પર ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી દંડ નહીં વસૂલે

અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પરથી પસાર થનારા વાહન ચાલકો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.  એસ.પી રિંગ રોડ પર TRB જવાન દ્વારા પૈસા માગવાની ઘણી બધી ફરિયાદો મળી રહી હતી. જે બાદ ટ્રાફિક ડિપાર્ટમેન્ટે 35 કિલોમીટરના પટ્ટામાં આવતા 15 મોટા જંક્શનો પરથી 240 જેટલા TRB જવાનોને હટાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ એરપોર્ટ પરથી બોપલ તરફ જતા ઘણા લોકો આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. હાલમાં જ એસ.પી રીંગ રોડ પર TRB જવાન દ્વારા ભારે વાહનો પાસેથી ખોટી રીતે દંડ વસૂલાતો હોવાની ફરિયાદો ઉઠી હતી.

જે.સી.પી ટ્રાફિક મયંકસિંહ ચાવડાએ આ વિશે જણાવ્યું હતું કે, આ ચોક્કસ રોડ પર કેટલાક TRB જવાનો ખોટી રીતે પૈસા ઉઘરાવવા હતા. આ પટ્ટા પર TRB જવાનની જગ્યા લેનારા પોલીસકર્મીઓને અમે મેમો બૂક્સ અથવા POS (પોઈન્ટ ઓફ સેલ) મશીન પૂરા પાડીશું નહીં. આથી, ત્યાં સ્થળ પર દંડ વસૂલવાની કોઈ સમસ્યા નહીં રહે. અમને આશા છે કે આ નિર્ણયથી એસ.પી રીંગ રોડ પરથી નીકળનારા વાહનચાલકોને રાહત મળશે.

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ નહીં કરાય તો તેનાથી રોડ પર અરાજકતા તેવી સ્થિતિ બનશે, તેના વિશે જે.સી.પી ચાવડા કહે છે, તેમનું ધ્યાન અત્યારે ટ્રાફિકનું નિયમન કરવાનું છે, દંડ ઉઘરાવવાનું નહીં. જોકે આ રોડ પર મોટી ઘટના અથવા ટ્રાફિકના ઉલ્લંઘનના કેસમાં પોલીસકર્મી બીટ ટ્રાફિક પોલીસ અથવા નજીકના પોલીસ સ્ટેશનને ફોન કરી શકશે. તેઓ ગુનેગારને પોલીસ સ્ટેશન લઈ જશે અને જરૂરી કાર્યવાહી કરાશે. આનાથી સ્થળ પર દંડ ઉઘરાવવાના ભ્રષ્ટાચાર નાબુદ થશે.તેમણે કહ્યું,  આ પટ્ટા પર ટ્રાફિક પોલીસકર્મચારીઓને રોટેશનના આધારે મૂકવામાં આવશે. ડિપ્લોય કરવામાં આવેલી ટીમ આઠ દિવસ સુધી કોઈ એક પોઈન્ટ પર રહેશે. આ બાદ નવી ટીમ તેમની જગ્યા લેશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી પોલીસ ટ્રાફિકની સ્થિતિથી વાકેફ ન થાય અને ભ્રષ્ટાચારમાં ન સંકળાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget