શોધખોળ કરો
Advertisement
મોટેરાના મંચ પરથી ટ્રમ્પે ઇસ્લામિક આતંકવાદ અને પાકિસ્તાનને શું આપી ચેતવણી, જાણો વિગતે
ટ્રમ્પે કહ્યું કે, અમે આતંકવાદ વિરુદ્ધ મોટી એક્શન લઇ રહ્યાં છીએ, પાકિસ્તાન પર પણ અમેરિકાએ દબાણ બનાવ્યુ છે
અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન અને આતંકવાદ વિશે આકરી ટીકા કરી હતી. ખાસ કરીને દુનિયામાં પ્રસરી રહેલા ઇસ્લામિક આતંકવાદ વિશે વાત કરી હતી.
એક લાખથી વધુ લોકોની સામે ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા હતા. સાથે સાથે ઇસ્લામિક આતંકવાદ વિરુદ્ધ અમેરિકાની લડાઇની પણ વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમારો દેશ ઇસ્લામિક આતંકવાદનો શિકાર બન્યો છે, અમે તેની સામે લડી રહ્યાં છીએ. અમેરિકાએ પોતાના એક્શનમાં ISISને ખત્મ કર્યુ. ટ્રમ્પે નમસ્તે ટ્રમ્પના મંચ પરથી આતંકવાદ અને પાકિસ્તાનને ચેતાવણી આપી દીધી છે.
ટ્રમ્પે કહ્યું કે, અમે આતંકવાદ વિરુદ્ધ મોટી એક્શન લઇ રહ્યાં છીએ, પાકિસ્તાન પર પણ અમેરિકાએ દબાણ બનાવ્યુ છે. પાકિસ્તાએ આતંકવાદ વિરુદ્ધ એક્શન લેવી પડશે. દરેક દેશને પોતાને સુરક્ષિત કરવાનો અધિકાર છે.
આ ઉપરાંત પીએમ મોદીએ પણ ટ્રમ્પના અને અમેરિકાના વખાણ કર્યા હતા, મોદીએ કહ્યું કે, હવે અમારી ઇકોનૉમી પાર્ટનરશીપનો વિસ્તાર થશે. ભારત અને અમેરિકાની મિત્રતા વધુ ચાલે અને આગળ વધીને વિકાસના કામમાં ભાગીદારી કરશે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હુ અને ટ્રમ્પ પહેલીવાર મળ્યા હતા ત્યારે મને કહ્યું હતુ કે, ભારતનો સાચો મિત્ર હવે વ્હાઇટ હાઉસમાં છે. જ્યારે વ્હાઇટ હાઉસમાં દિવાળી મનાવી છે, અને ત્યાં વસતા 40 લાખ ભારતીય મૂળના લોકો અમેરિકાના વિકાસમાં મદદ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલ્યા કે અમેરિકા ભારતનો નવો દોસ્ત છે, સૈન્ય વિસ્તાર હોય કે પછી બિઝનેસ, ભારતનો સાચો મિત્ર અમેરિકા બન્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
Advertisement