શોધખોળ કરો

Gujarat Assembly Elections: ગુજરાત પોલીસ મહાઆંદોલનનો આ મોટો ચહેરો AAPમાં જોડાયો

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. આ માટે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ વાંરવાર ગુજરાત આવી રહ્યા છે.

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. આ માટે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ વાંરવાર ગુજરાત આવી રહ્યા છે. તો બીજી તરફ ઘણા યુવા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હવે આ કડીમાં ગુજરાત પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમાર પણ આપમાં જોડાયા છે. આ ઉપરાંત આંદોલનકારી રાહુલ રાવલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયો છે.

આ અંગે નિવેદન આપતા આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અમને ઘણી ખુશી છે કે દરેક વર્ગના કર્મચારીઓ સાથે પોલીસ કર્મચારીઓ પણ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકી રહ્યા છે. ગુજરાતના લોકો હવે બદલાવ માંગે છે અને સકારાત્મક બદલાવનું બીજું નામ એટલે આમ આદમી પાર્ટી. ધીમે ધીમે સૌ કોઈ આમ આદમી પાર્ટીને અપનાવી લેશે અને ભ્રષ્ટ ભાજપના ભ્રષ્ટાચારનો અંત આવશે.

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખે મળી શકે છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થાય તે પહેલા ચોમાસું સત્ર યોજાઈ શકે છે. બે દિવસનું ટૂંકું ચોમાસું સત્ર મળી શકે છે. આગામી 22-23 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર બોલાવવાની તૈયારીએ થઈ રહી છે.  વિધાનસભા ચૂંટણી પહેલાનું આ છેલ્લું સત્ર હશે. આવતા અઠવાડિયે કેબિનેટ બેઠકમાં નક્કી થયા બાદ વિધાનસભા સત્રનુ આહવાન થઈ શકે છે.

બે દિવસના ટૂંકા સત્રમાં શું થશે

વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રમાં પહેલા દિવસે દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપીને કામકાજ બંધ રખાશે. જ્યારે સત્રના બીજા દિવસે વિધાનસભાનું કામકાજ હાથ ધરાશે.

 રાજકોટના એન્ટિક વસ્તુના શોખીન આ વ્યક્તિ પાસે છે ગણેશજીની 60 વર્ષથી લઈ અને 2000 વર્ષ જૂની મૂર્તિઓ

ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ

દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 591 નવા કેસ નોંધાયા છે અને 45 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 1845 નો ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 84 હજાર 931 થઈ છે. કુલ 4 કરોડ 38 લાખ 2 હજાર 993 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 799 પર પહોંચ્યો છે.  અત્યાર સુધીમાં કુલ 211 કરોડ 91 લાખ 5 હજાર 738 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 24 લાખ 70 હજાર 330 ડોઝ અપાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget