(Source: ECI/ABP News/ABP Majha)
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Anupam Swaroop Swami Controversy: હાલમાં નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આ દરમિયાન ખેલૈયાઓ મનભરીને ગરબે રમી રહ્યા છે. માતાની આરાધનાના આ અવસર પર સ્વામીનારાયણના એક સંતે આપેલા નિવેદને ચર્ચા જગાવી છે.
Anupam Swaroop Swami Controversy: હાલમાં નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આ દરમિયાન ખેલૈયાઓ મનભરીને ગરબે રમી રહ્યા છે. માતાની આરાધનાના આ અવસર પર સ્વામીનારાયણના એક સંતે આપેલા નિવેદને ભારે ચર્ચા જગાવી છે. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ અંગે નિવેદન આપ્યું છે. જેનો વીડિયો સામે આવ્યા બાદ ચકચાર મચી છે.
અનુપમ સ્વરૂપ સ્વામીએ પોતાના નિવેદનની શરુઆત કરતા કહ્યું કે, ખેતરમાં ઘાસના ઢગલામાં આગ લાગે તો ખેડૂત પાણી કે ધુળથી આગ બુઝાવવા ન જાય પણ જેટલા પુળા ખેંચીને બચાવી લેવાય તેટલા બચાવવાનો પ્રયત્ન કરે. વર્તમાન સમયમાં સમાજમાં વ્યસનરૂપી અને ફેશનરૂપી,ઈર્ષ્યા શો ઓફ,અહંકાર,કામ,ધાર્મિકતામાં પણ નાસ્તિકતા રૂપી અગ્નિ જે ભડકે બળે છે તે બધાને સુધારવા જઈએ તો કંઈ ભેગુ ન થાય પણ જેટલા સમજે તેને બચાવી લેવા કે ભડકતી આગથી ઉગારી લેવા તે સાધુપુરૂષનું કામ છે.
ગુજરાતીઓ આપના પ્રિય તહેવાર નવરાત્રિને લોકો લવરાત્રિ કહે છે. નવ દિવસનો નાઈટ ફેશન શો, માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓની પુજાના દિવસો આવ્યા. ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ એ પણ લીગલ નોટીસ સાથે. મેં સાંભળ્યુ કે, સમાજનું સૌથી મોટુ દૂષણ એટલે છૂટાછેડા. એક પોસ્ટમાં કોઈકે લખ્યુ કે, સમય ઓછો અપાતો હશે, બેડ બીહેવીયર,ઓછી વાતચીત, ડીસરીસ્પેકટ,
વધચી જતી જરૂરિયાત.
એમાં કોઈકે લખ્યુ કે નવરાત્રિના કારણે છૂટાછેડા થાય છે. લખનારે કંઈક વિચારીને જ લખ્યુ હશેને. જે નવરાત્રિ ગુજરાતીઓની ઓળખાણ છે તે લવરાત્રિ તરીકે ઓળખાય તે કેવી લાચારી. જે નવરાત્રિમા માતાજીના નવ રૂપોની પુજા થાય,ઉપાસના થાય તે નવરાત્રિમાં મહિલાઓને રાવણની નજરે જોવાય તે કેવી લાચારી. નવરાત્રિમાં જે સ્ત્રીને દેવી સ્વરૂપે જોવામાં આવતી, નારી તુ નારાયણી તરીકે જોવામાં આવતી તે સ્ત્રીને મનોરંજનના સાધાન કે ટીકીટના વધુ ભાવ લેવાના સાધન તરીકે જોવામાં આવે, ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે સસલું રમતુ મુકવામાં આવે તેમ ગરબે રમાડવામાં આવે તે કેવી લાચારી.
બાપને ખબર છે કે દીકરી ગરબે રમવા જાય છે છતાં ભલામણના બે શબ્દો કહી નથી શકતો તે કેવી લાચારી. હરણને ખબર છે કે આ જંગલમાં અસંખ્ય દીપડા અને વરૂઓ રખડે છે છતાં હરણ એટલે ફરવા જાય કે પોતે શાકાહારી છે એટલે કોઈ તેનો શિકાર નહીં કરે અને હરણ એકલું જ ફરવા નીકળી પડે છે આ તે કેવી લાચારી. સાચુ કહુ તો આમાં આપણી બહેન દીકરીઓનો વાંક છે. પહેલાના જમાનમાં નવરાત્રિમાં બહેનોના ચહેરા પર લજ્જા,શરમ અને નીચી નજર રૂપી પડદા હતા અને પહેરવેશ પણ સાક્ષાત જગદંબા,ખોડલ,ઉમિયા,જેવો હતો આજના જમાનામાં લજ્જા અને શરમ સાવ ગઈ અને પહેરવેશના નામે તો માત્ર અંગપ્રદર્શન જ રહ્યા, આ તે કેવી લાચારી.
પહેલાના જમાનામાં શરૂઆતમાં માતાજીની આવતી કરી ગરબા કીર્તનો અને માતાજીની સ્તુતિ ગવાતા આજના જમાનામાં કિર્તનો ગવાય છે પણ નામમાત્રના અને ગવાય છે ફટાણા, કટાણા અને બોલીવુડના ગીતો, જેનો માતાજી સાથે દૂર દૂર સુધીનો સંબધ નથી હોતો. આપણે ત્યા કોઈ કાર્ય થાય તો તેનો હેતુ પહેલા જોવામાં આવે છે જાણવામાં આવે છે હેતુ શુધ્ધ હોય તો જ કાર્ય કરવામાં આવે છે. હાલના સમયમાં નવરાત્રિમાં રમવામાં આવતી નવરાત્રિનો હેતુ કોઈ પુરૂષ કે સ્ત્રી કહી શકે ખરા. માતાજીની પુજા,ભક્તિ,સેવા,ઉપાસના પ્રસન્નતા આશીર્વાદ આ નવરાત્રિનો હેતુ હતો આજની નવરાત્રિમાં આમાંથી કશુ જ રેહેવા પામ્યુ છે ખરૂ.
નવરાત્રિમાં નેગેટિવમાંથી પોઝીટીવ કેવી રીતે કરી શકીએ
ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે તેને ફરી પાટા પર લાવવી કેવી રીતે તે વિચારીએ. શેરી,મેદાન ચોક કે કોઈ પણ જગ્યાએ નવરાત્રિનુ આયોજન કરનાર સંચાલકોએ ટુંકા વસ્ત્રો કે અશોભનીય વસ્ત્રો પહેરીને કોઈ અંદર આવવું ન જોઈએ તેને સમજાવીને સારા વસ્ત્રો પહેરીને આવવા માટે ભલામણ કરવી જોઈએ.
રાત્રે 12 કે સાડાબાર પછી ખરેખર ગરબા બંધ કરી દેવા જોઈએ કારણ કે બાર વાગ્યા પછી મનોરંજન જ થાય છે. પુરુષ અને સ્ત્રીઓના કુંડાળા અલગ રાખવા જોઈએ. ગરબામાં બ્રેક રાખી સંસ્કૃતિની વાત કરવી જોઈએ. અસામાજિક તત્વો કેફી દ્વવ્યો વેચવાવાળી વ્યક્તિઓ ગરબામાં ન પ્રવેશે તેનુ ધ્યાન રાખવું જોઈએ. સુરક્ષા માટે સીસીટીવી રાખવા જોઈએ. બહેનો કે દીકરીઓ એકલી ન નીકળે પરિવારના કોઈ સભ્ય સાથે રાખે તે જરૂરી છે. આસપાસમાં માંસ, મચ્છી વેચવાવાળા ન આવે તેનું ધ્યાન રાખવુ જોઈએ. સાઉન્ટ સીસ્ટમ પર અશોભનીય ગીતો ન વાગે તેનુ ધ્યાન રાખવું જોઈએ. આરતી પાંચ વાર થવી જોઈએ. આપણો ધર્મ કોઈની સામે મજાકનો વિષય ન બને તે રીતે નવરાત્રિની ઉજવણી થવી જોઈએ. આમ અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિને લઈને પોતાના વિચારો લોકો સમક્ષ મુક્યા છે અને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે.
આ પણ વાંચો...