શોધખોળ કરો
Advertisement
અમદાવાદના આ ધારાસભ્યે આપી કોરોનાને મ્હાત, તો અન્ય એક ધારાસભ્યને લાગ્યો ચેપ, જાણો વિગત
નિકોલનાં ધારાસભ્ય જગદીશ પંચાલે કોરોનાને મ્હાત આપતાં એપોલો હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે. ત્યારે બીજી તરફ વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણને કોરોનાનો ચેપ લાગ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ લોકો સ્વસ્થ થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના એક ધારાસભ્યે કોરોનાને મ્હાત આપી છે. નિકોલનાં ધારાસભ્ય જગદીશ પંચાલને ડિસ્ચાર્જ કરવામા આવ્યાં છે. એપોલો હોસ્પિટલથી રજા આપતાં ઘરે પરત ફર્યા છે. ત્યારે બીજી તરફ વેજલપુરના ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો છે.
નોંધનીય છે કે, જગદીશ પંચાલ પહેલા કોંગ્રેસના જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. આમ, અમદાવાદમાં અત્યાર સુધીમાં ચાર ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થયા છે. જેમાંથી જદીશ પંચાલ અને ઇમરાન ખેડાવાલાએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી અને વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણની સારવાર ચાલું છે.
નોંધનીય છે કે, કિશોર ચૌહાણને ટેમ્પરેચર રહેતાં રિપોર્ટ કરાવાયો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્ય કિશોર ચૌહાણ હોમ ક્વોરેન્ટાઈન રહેશે. વધું કોઈ સિમટમ્સ નથી, તેમજ તેમની તબિયત સારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement