શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના આ સાત વિસ્તારના લોકોને કોર્પોરેશને આપી મોટી રાહત, જાણો વિગત
અમદાવાદની 9 સોસાયટીઓને માઇક્રો કન્ટન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ પણ આપવામાં આવી છે.
અમદાવાદઃ અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા વધુ 15 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે. સાથે સાથે 9 સોસાયટીઓને માઇક્રો કન્ટન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ પણ આપવામાં આવી છે. ગઈ કાલે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં અમદાવાદમાં કુલ 40 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર અમલમાં છે. વિસ્તૃત ચર્ચા પછી 9 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારને દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ગોમતીપુરના સુખરામનગર, વિરાટનગરના ખોડિયારનગર વિભાગ-1 અને 3, અમરાઇવાડીના જનતાનગર, કુબેનગરના કુંભાજીની ચાલી, મક્તમુરાના તવકલ વિલા, સરખેજના શ્રીનંદ નગર, બ્લોક-બી, વેજલપુરના વિનકુંજ સોસાયટી, વેજલપુરના જય શેફાલી અને મક્તમપુરાના જાવેદ પાર્કનો સમાવેશ થાય છે.
આ નિર્ણયને કારણે 1059 ઘરોના 5343 લોકોને માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી મુક્તિ મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion