શોધખોળ કરો
Advertisement
અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ધરખમ ઘટાડો, જાણો કેટલા ઘટ્યા એક્ટિવ કેસ?
ગત 20 જૂને 3691 એક્ટિવ કેસ હતા, જે ઘટીને આજે 2933 થયા છે. જોકે, શહેરમાં અન્ય વિસ્તારોની સરખામણી એ હજી પશ્ચિમ વિસ્તારમા એક્ટિવ કેસ વધુ છે.
અમદાવાદઃ છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં ડિસ્ચાર્જ થવાને કારણે એક્ટિવ કેસોની સંખ્યા ઘટી છે. શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 758 કેસોનો ધરખમ ઘટાડો નોંધાયો છે. ગત 20 જૂને 3691 એક્ટિવ કેસ હતા, જે ઘટીને આજે 2933 થયા છે. જોકે, શહેરમાં અન્ય વિસ્તારોની સરખામણી એ હજી પશ્ચિમ વિસ્તારમા એક્ટિવ કેસ વધુ છે.
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીના મોતની વિગત જાણીએ તો સિવિલ હોસ્પિટલમાં 601 અને svp હોસ્પિટલમાં 204 લોકોના મોત થયા છે. નવા 205 કેસ સાથે અત્યાર સુધી શહેરમાં 19,286 કુલ કોરોનાના કેસ નોંધાયા છે. જોકે, હાલ માત્ર 15% એટલે કે 2933 એક્ટિવ કેસ છે. ગઈ કાલે નવા 202 લોકોને ડિસ્ચાર્જ કરવાની સાથે અત્યાર સુધી 14,989 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે નવા 8 સાથે અત્યાર સુધી 1364 લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.
મધ્ય ઝોન 208
ઉત્તર ઝોન 453
દક્ષિણ પશ્ચિમ ઝોન 412
પશ્ચિમ ઝોન 596
ઉત્તર પશ્ચિમ ઝોન 402
પૂર્વ ઝોન 397
દક્ષિણ ઝોન 465
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement