શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે ફરીથી અમદાવાદ માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ
અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોરોનાના એક્ટિવ કેસો 2960 હતા.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો હજારથી વધુ આવી રહ્યા છે. ત્યારે હાલ, ગુજરાતમાં કોરોનાના 14 હજારથી વધુ એક્ટિવ કેસો છે. આ બધાની વચ્ચે અમદાવાદ શહેર માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોનાના એક્ટિવ કેસો ફરી એકવાર 3 હજારની અંદર જતા રહ્યા છે.
અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોરોનાના એક્ટિવ કેસો 2960 હતા. તેમજ ગઈ કાલે 4 લોકોના મોત થતા શહેરમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1618 થયો છે. તેમજ ઘઈ કાલે 162 સાથે કુલ 22,907 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
અમદાવાદના ઝોન પ્રમાણે કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ તો 15મી ઓગસ્ટ સુધીમાં મધ્ય ઝોનમાં સૌથી ઓછા 131, જ્યારે સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 538 એક્ટિવ કેસો છે. આ સિવાય પશ્ચિમ ઝોનમાં 500, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 432, ઉત્તર ઝોનમાં 328, પૂર્વ ઝોનમાં 422 અને દક્ષિણ ઝોનમાં 444 એક્ટિવ કેસો છે. આમ, અમદાવાદ શહેરમાં કોરોનાની સૌથી વધુ અસર હાલ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં જોવા મળી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement