શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ જિલ્લાઓમાં નથી 5થી વધુ કોરોનાના એક્ટિવ કેસ, ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત
ગુજરાતમાં કચ્છ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દેવભૂમી દ્વારકા, પાટણ, છોટાઉદેપુર, સાબરકાંઠા, ગીર સોમનાથ અને જૂનાગઢ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ જિલ્લામાં પાંચથી વધુ કોરોનાના એક્ટિવ કેસ નથી.
અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોના કહેર મચાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, ગાંધીનગર, પંચમહાલ, બનાસકાંઠામાં છે. જ્યારે ગુજરાતના એક માત્ર અમરેલી જિલ્લો એવો છે, જ્યાં અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત નર્મદા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને ભરુચ જિલ્લાએ કોરોનાને મ્હાત આપી છે. આમ, ગુજરાતમાં હાલ 6 જિલ્લા કોરોનામુક્ત છે. હવે આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી.
હવે રાહતના સમાચાર એ છે કે, ગુજરાતમાં વધુ 11 જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ જિલ્લાઓની વાત કરીએ તો ડાંગમાં કોરોનાના બે કેસ નોંધાયા છે, જેમાંથી એક વ્યક્તિ સાજો થઈ ગયો છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે. તાપી જિલ્લામાં પણ બે કેસ છે, જેમાંથી એક કોરોનાને મ્હાત આપી છે. આ પછી કચ્છ જિલ્લામાં સાત કેસ છે, જેમાંથી એકનું મોત થયું છે અને 5 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે. અત્યાર સુધી ગીર સોમનાથ જિલ્લામાં તમામ 3 લોકો રિકવર થતાં એક પણ કેસ એક્ટિવ નહોતો, પરંતુ ફરીથી ગઈ કાલે એક કેસ સામે આવ્યો છે. જોકે, આ વ્યક્તિ ક્વોરેન્ટાઇનમાં હોય ચેપ ફેલાવાની શક્યતા લગભગ નથી.
આવી જ રીતે વલસાડમાં 6 કેસ નોંધાયેલા છે, જેમાંથી એકનું મોત થયું છે અને 3 વ્યક્તિએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે હવે બે જ કેસ બાકી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાના બે જ કેસ નોંધાયેલા છે. તેમજ અન્ય કેસો સામે આવ્યા નથી. આવું દેવભૂમી દ્વારકામાં છે, જ્યાં 4 કેસો નોંધાયા છે. ગઈ કાલે એક કેસ નોંધાતા ચાર થયા છે. નવસારી જિલ્લામાં 8 કેસો નોંધાયા હતા, જેમાંથી 4 લોકો સાજા થઈ ગયા છે.
છોટાઉદેપુર જિલ્લામાં 14 કેસ નોંધાયા હતા, જેમાંથી 12 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે હવે ફક્ત 2 લોકો સારવાર હેઠળ છે. સાબરકાંઠામાં અત્યાર સુધીમાં 10 કેસ નોંધાયેલા છે, જેમાંથી બેનાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકો સાજા થયા છે. આમ, હવે પાંચ લોકો સારવાર હેઠળ રહ્યા છે. આવી જ રીતે પાટણમાં 24 કેસો છે, જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે 18 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને હવે પાંચ લોકો સારવાર હેઠળ રહ્યા છે, ત્યારે એવી આશા છે કે, આ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કેમકે, આ જિલ્લાઓમાં પાંચથી વધુ કેસો એક્ટિવ નથી.
આમ, ગુજરાતમાં ગીર સોમનાથ, કચ્છ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દેવભૂમી દ્વારકા, પાટણ, છોટાઉદેપુર, સાબરકાંઠા અને જૂનાગઢ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement