શોધખોળ કરો
Advertisement
Coronavirus Update: કોરોનાના કારણે અમદાવાદમાં વધુ એકનું મોત, ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 58 પર પહોંચ્યો
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ 45 વર્ષીય પુરુષનું કોરોનાથી મોત થતા રાજ્યમાં કોરોનાથી થનારા મોતનો આંકડો પાંચ પર પહોંચી ગયો છે
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં આજે કોરોના વાયરસના ત્રણ પોઝિટીવ કેસ આવતા રાજ્યમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો 58 પર પહોંચી ગયો છે જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ 45 વર્ષીય પુરુષનું કોરોનાથી મોત થતા રાજ્યમાં કોરોનાથી થનારા મોતનો આંકડો પાંચ પર પહોંચી ગયો છે જ્યારે અમદાવાદમાં આ ત્રીજું મોત હતું.
મળતી જાણકારી અનુસાર, આ અગાઉ અમદાવાદમાં આસ્ટોડિયાની 46 વર્ષની એક મહિલાનું કોરોના વાયરસના કારણે મોત થયું હતું. આ મહિલા ડાયાબિટીસથી પીડાતી હતી. મહિલાએ કોઇ વિદેશ પ્રવાસ કર્યો ન હોવાના કારણે તેને સ્થાનિક સ્તરે ચેપ લાગ્યાનું માનવામાં આવી રહ્યુ છે. મહિલાને 26 માર્ચે એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી અને બે દિવસમાં જ તેનું મૃત્યુ થયું છે.
મુખ્યમંત્રી રૂપાણીએ તમામ જિલ્લામાં 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો આદેશ આપ્યો હતો. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement