શોધખોળ કરો

ગાંધીનગર: દૂધ સંજીવની યોજના હેઠળ છેલ્લા 10 વર્ષોમાં 87 લાખથી વધુ લાભાર્થીઓને પોષણક્ષમ દૂધનો મળ્યો લાભ

ગાંધીનગર: દૂધ સંજીવની યોજના હેઠળ છેલ્લા 10 વર્ષોમાં ₹12 હજાર કરોડથી વધુના ખર્ચે 87 લાખ 89 હજારથી વધુ લાભાર્થીઓને પોષણક્ષમ દૂધનો લાભ મળ્યો.

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આદિજાતિ સમુદાયના આરોગ્ય અને પોષણના સ્તરમાં સુધાર લાવવા માટે  પ્રયાસો કર્યા હતા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના તેમના નેતૃત્વ હેઠળ આદિજાતિ વિસ્તારોની મહિલા અને બાળકોમાં પોષણની સ્થિતિ સુધારવા માટે દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ લાખો આદિજાતિ મહિલાઓ અને બાળકો દૂધ સંજીવની યોજનાનો લાભ મેળવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં એટલે કે વર્ષ 2014-15થી 2023-24 સુધીમાં દૂધ સંજીવની યોજના હેઠળ કુલ 87 લાખ 89 હજારથી વધારે લાભાર્થીઓને ફ્લેવર્ડ દૂધનો લાભ આપવામાં આવ્યો છે.

ગાંધીનગર: દૂધ સંજીવની યોજના હેઠળ છેલ્લા 10 વર્ષોમાં 87 લાખથી વધુ લાભાર્થીઓને પોષણક્ષમ દૂધનો મળ્યો લાભ
 
આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પાયલટ પ્રોજેક્ટ તરીકે રાજ્યના 5 જિલ્લાઓના માત્ર 10 આદિજાતિ ઘટકોમાં શરૂ કરવામાં આવેલી પોષણ સુધા યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો, અને આજે રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓના 106 ઘટકોમાં પોષણ સુધા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2023-24માં આદિજાતિ વિસ્તારોના 90,249 લાભાર્થીઓને પોષણ સુધા યોજના હેઠળ પોષણક્ષમ આહારનો લાભ આપવામાં આવ્યો છે.
 
આદિવાસી બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે સંજીવની સમી ‘દૂધ સંજીવની યોજના’
 
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 24 ડિસેમ્બર 2009ના રોજ ‘દૂધ સંજીવની યોજના’ શરૂ કરી હતી, જેનો હેતુ આદિજાતિ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ (6 માસ સુધીના બાળકોની માતાઓ) ના પોષણ સ્તરમાં સુધારો કરવાનો છે. આ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રના 6 માસથી 6 વર્ષના બાળકોને અઠવાડિયામાં 5 દિવસ 100 મિલી અને સગર્ભા, ધાત્રી માતાઓને અઠવાડિયામાં 2 દિવસ 200 મિલી ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. 

ગાંધીનગર: દૂધ સંજીવની યોજના હેઠળ છેલ્લા 10 વર્ષોમાં 87 લાખથી વધુ લાભાર્થીઓને પોષણક્ષમ દૂધનો મળ્યો લાભ

આ યોજના હેઠળ છેલ્લા 10 વર્ષોમાં કુલ ₹12,021 કરોડના ખર્ચે 87,89,105 જેટલા લાભાર્થીઓને ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધનો લાભ આપવામાં આવ્યો છે. હાલ સમગ્ર રાજ્યમાં 10 લાખથી વધુ લાભાર્થીઓ આ યોજના અંતર્ગત લાભ મેળવી રહ્યા છે. આદિજાતિ વિસ્તારોમાં દૂધ સંજીવની યોજનાના પરિણામે ભૂલકાંઓ, સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણની સ્થિતિમાં સુધાર જોવા મળ્યો છે.  

ગાંધીનગર: દૂધ સંજીવની યોજના હેઠળ છેલ્લા 10 વર્ષોમાં 87 લાખથી વધુ લાભાર્થીઓને પોષણક્ષમ દૂધનો મળ્યો લાભ

માતા અને નવજાત માટે વરદાન બની ‘પોષણ સુધા યોજના’ 

સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખુબ જ મહત્વપૂર્ણ છે. માતાના ગર્ભમાં રહેલ શિશુ માટે તેમજ જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 18 જૂન 2022ના રોજ પોષણ સુધા યોજના એટલે કે સ્પોટ ફીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ યોજનાનો ઉદ્દેશ રાજ્યના તમામ આદિજાતી જિલ્લાઓના તમામ આદિજાતી તાલુકાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણની સ્થિતિ સુધારવાનો, પાંડુરોગવાળા તેમજ જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોનાં દરમાં ઘટાડો કરવાનો અને પ્રસૂતિના પરિણામોમાં સુધારો લાવવાનો છે.

90,249 સગર્ભા અને ધાત્રી માતાઓને મળ્યો પોષણક્ષમ ભોજનનો લાભ

પોષણ સુધા યોજના અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે. આ સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવે છે. યોજનાના મોનિટરિંગ અને રિવ્યુ માટે વિશેષ મોબાઇલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. વર્ષ 2023-24માં 90,249 સગર્ભા અને ધાત્રી માતાઓને આ યોજના હેઠળ પોષણક્ષમ ભોજનનો લાભ આપવામાં આવ્યો છે. આ યોજનાના અપેક્ષિત પરિણામો છે કે, આદિજાતિ વિસ્તારોમાં માતા મૃત્યુ અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થશે તેમજ માતા અને નવજાતના પોષણસ્તરમાં સુધારો થશે. સાથે જ, ઓછા વજન સાથે જન્મ લેનાર શિશુઓના દરમાં પણ ઘટાડો જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget