શોધખોળ કરો
પાટીદાર નેતા હાર્દિક પટેલે CM વિજય રૂપાણીને કેમ લખ્યો પત્ર, જાણો વિગત

અમદાવાદ: હાર્દિક પટેલે ઉપવાસ આંદોલનને લઈને સીએમ વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. હાર્દિક પટેલે પત્ર લખીને ઉપવાસ સ્થળ માટે મંજુરી આપવા સીએમ વિજય રૂપાણીને વિનંતી કરી છે. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે, અમે અમારી માંગણીઓ માટે ઉપવાસ કરી રહ્યા છીએ. અમારા ઉપવાસ આંદોલનથી કાયદો વ્યવસ્થા ભંગ નહીં થાય તેવું લેખિતમાં ખાતરી આપી છે. હાર્દિકે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, અમને ઉપવાસ આંદોલન માટે બંધારણીય રીતે પરમિશન આપો. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ઉપવાસ આંદોલન કરવાનો સૌને અધિકાર છે. જેથી બંધારણીય રીતે અમે અમારી લડાઈ ચાલુ રાખીશું. જોકે તંત્ર દ્વારા અમદાવાદના નિકોલમાં જગ્યા નહીં ફાળવવાના ગેરબંધારણીય નિર્ણય સામે 19મી ઓગસ્ટે નિકોલ ખાતેના પાર્કિંગ ઝોન ગ્રાઉન્ડમાં હાર્દિક સહિત 501 યુવાનો એક દિવસ માટે ગાડી પર બેસીને પ્રતીક ઉપવાસ કરશે. શુક્રવારે પાસ કન્વીનરે આ જાહેરાત કરી છે.
વધુ વાંચો





















