શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં લોકોને ધાબા પર ટોળું વળીને પત્તા રમવાનું ભારે પડ્યું? આ વીડિયો એકવાર જરૂર જોજો
સોશિયલ મીડિયામાં ડ્રોનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ધાબા પર કેટલાંક લોકો ટોળું વળી પત્તા રમતા હતા. જોકે ડ્રોનને જોતાં જ તમામ લોકો ભાગવા લાગ્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં હાલ કોરોનાને કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે જેનો પોલીસ ખૂબ જ કડકાઇથી અમલ શરૂ કરી દીધો છે. ઘરની બહાર ફરતા લોકો પર નજર રાખવા પોલીસ ડ્રોનની મદદ લઈ રહી છે. સોશિયલ મીડિયામાં ડ્રોનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ધાબા પર કેટલાંક લોકો ટોળું વળી પત્તા રમતા હતા. જોકે ડ્રોનને જોતાં જ તમામ લોકો ભાગવા લાગ્યા હતા. આ વીડિયોમાં એક વિકલાંગ વ્યક્તિ પણ જોવા મળે છે.
ધાબા પર જુગાર રમતા ડ્રોન જોઈને ભાગતા હોવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે અને અમદાવાદના ઓઢવ વિસ્તારનો આ વીડિયો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, ઓઢવ વિસ્તાર માં લોકો જુગાર રમી રહ્યા હતા. હાલ પોલીસે તમામ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે એક બાજુ કોરોનાનો પ્રકોપ વધ્યું છે ત્યારે લોકો નિયમ ભંગ કરી રહ્યા છે તે ખુબ જ ગંભીર બાબત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion