PM Modi Gujarat Visit : મોદી બે દિવસમાં કરશે બે રોડ શો, જાણો મોટા સમાચાર
પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસના બે દિવસના બે રોડ શો યોજાશે.
ગાંધીનગરઃ પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસના બે દિવસના બે રોડ શો યોજાશે. 11મીએ અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધીના રોડ શો ઉપરાંત બીજા રોડ શોનું પણ આયોજન થયું છે. 12મીએ ગાંધીનગરથી દહેગામ સુધી પણ પીએમ મોદીનો રોડ શો થશે. 12મીએ પીએમ મોદી દહેગામ રક્ષા શક્તિ યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં હાજર રહેવાના છે. પહેલાના આયોજન પ્રમાણે પીએમ મોદી બાય હેલિકોપ્ટર રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોંચવાના હતા. હવે પીએમ મોદી બાય રોડ રક્ષા શક્તિ યુનિવર્સિટી જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે. 11મી માર્ચે સવારે પીએમ મોદી સવારે 10.30 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી કોબા પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પીએમ મોદીનું પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કમલમ ખાતે પીએમ મોદી અંદાજે દોઢથી બે કલાક રોકાશે.
કમલમથી પીએમ મોદી રાજભવન ખાતે પહોંચશે. બપોર બાદ પીએમ મોદી રાજભવન થી જીએમડીસી સેન્ટર અમદાવાદ ખાતેના સરપંચ સંમેલન ખાતે હાજર રહેશે. સરપંચ સંમેલન બાદ પીએમ મોદી રાજભવન પરત ફરશે જે દરમિયાન રાજભવન ખાતે રાજકીય બેઠકો યોજાશે. 12મીએ સવારે 11 કલાકે પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સીટીના પદવીદાન કાર્યક્રમમાં હાજર રહેશે. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સીટીના પદવીદાન સમારોહ બાદ પીએમ મોદી રાજભવન પરત ફરશે.
બપોર 1 વાગ્યા થી 6 વાગ્યા સુધી પીએમ મોદી રાજભવન ખાતે રાજકીય મુલાકાત બેઠકો અને મીટીંગ માટેનો સમય રિસર્વ. સાંજે રાજભવન થી પીએમ મોદી અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ 2022 ને ખુલ્લો મુકશે. ખેલ મહાકુંભના કાર્યક્રમ બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી પરત ફરશે.