PM મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઈટ અને કેવડિયા મોબાઈલ એપનું કર્યું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આવતી કાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

Background
અમદાવાદઃ આજથી બે દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી નીકળી ગયા છે અને થોડીવારમાં ગાંધીનગર સ્થિત કેશુબાપાના પરિવારને મળશે. વડાપ્રધાન મોદીના આગમન પહેલા કેશુબાપાનાં નિવાસ સ્થાને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
Live Update
-નરેન્દ્ર મોદીએ કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી
- નરેન્દ્ર મોદી કેશુબાપાના નિવાસસ્થાને પહોંચ્યા, કેશુબાપાના પરિવારને મળશે.
- અમદાવાદ એરપોર્ટથી કેશુબાપાના ઘરે પહોંચ્યા
મીડિયાને કેશુબાપાનાં ઘર પાસે એન્ટ્રી આપવામાં આવી નથી. અંદાજે 10 થી 10.30 વાગ્યા વચ્ચે પીએમ મોદી કેશુબાપાનાં ઘરે પહોંચે તેવી શક્યતા છે. તેઓ આજે નરેશ કનોડીયા અને મહેશ કનોડીયાનાં ઘરે પણ પીએમ પહોંચે તેવી શક્યતા છે. એટલું જ નહીં, માતા હીરાબાને મળવા માટે પણ પીએમ મોદી પહોંચી શકે છે. ગાંધીનગર વિધાનસભા હેલીપેડ ગ્રાઉન્ડથી કેવડિયા માટે પ્રધામંત્રી મોદી નીકળશે. નરેન્દ્ર મોદીના આગમન પહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે.





















