શોધખોળ કરો

BAPS: આવતીકાલથી અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ, PM મોદીના હસ્તે ઉદ્ઘાટન

અમદાવાદમાં આવતીકાલ એટલે કે 14 ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે.

અમદાવાદઃ અમદાવાદમાં આવતીકાલ એટલે કે 14 ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. તેઓ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમની શરૂઆત સાંજે 5:30 વાગ્યે શરૂ થશે. અમદાવાદના ઓગણજમાં 600 એકર જમીનમાં મહોત્સવ યોજાવાનો છે. BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.

બીએપીએસ સંસ્થા દ્ધારા અમદાવાદના ઓગણજ પાસે મહિનાઓની મહેનત બાદ પ્રમુખસ્વામી મહારાજ નગર બનાવ્યું છે. 14 ડિસેમ્બરથી શરૂ થનાર મહોત્સવની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દિલ્લી જેવું જ અક્ષરધામ તૈયાર કરાયું છે. જેમાં ખૂબ જ સુંદર રીતે નકશીકામ કરાયું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી હરિભક્તો અમદાવાદમાં આવી રહ્યા છે. ખાસ કરીને યૂએસ, યૂકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિતના દુનિયાભરના દેશોમાંથી હરિભક્તો અને મહેમાનો પહોંચશે. 

આ ઉપરાંત અહી બાળનગરી બનાવાઈ છે, જેનું સંચાલન સાડા ચાર હજાર બાળકો કરશે. પોતાના અભ્યાસને અસર ન પહોંચી તે રીતે એક મહિના સુધી બાળકો મુલાકાતીઓને માહિતી આપશે.પ્રમુખ સ્વામી નગરમાં કુલ બે સભા ગૃહ છે. પ્રમુખ સ્વામી મહારાજ સભા ગૃહ અને નારાયણ સભાગૃહ જેમા વિચાર સમારોહ થશે.

બાળ નગરી શતાબ્દી મહોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે. બાળકોના સર્વાંગી વિકાસ માટે આ બાળનગરી તૈયાર કરવામાં આવી છે જેમાં સાડા ચાર હજાર બાળકો અને બાલિકાઓ આ બાળ નગરીનો સંચાલન કરવાના છે જો કે એક મહિના સુધી આ તમામ બાળકો અહીં આવતા મુલાકાતિઓને માહિતગાર કરશે અને સૌથી મોટી વાતો એ છે કે આ બાળકોના ભણતર ઉપર કોઈ અસર ના પડે તેના માટે શિક્ષકોની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીં બાળકોનું જીવનમાં કઈ રીતનું ઘડતર થવું જોઈએ તેની  માહિતી પુરી પાડવામાં આવી છે. સાથે સાથે ખૂબ જ સુંદર કલાત્મક ડોમ બાળકો માટે તૈયાર કરવામાં આવ્યા છે.

ઉદ્ધાટનના બીજા દિવસે મુલાકાતીઓ સતત એક મહિના સુધી પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈ શકશે.  600 એકર જમીન પર તૈયાર કરાયેલા નગરમાં ભવ્ય પ્રવેશ દ્વાર, અક્ષરધામની પ્રતિકૃતિ, બાળનગરી, ગ્લો ગાર્ડન અને વિવિધ થીમના પ્રદર્શન સૌ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.  
સાથે સાથે આયોજન થકી સામાજીક, આધ્યાત્મિક અને રાષ્ટ્રને લગતી વિવિધ બાબતોને ઉજાગર કરવામાં આવશે. 600 એકરમાં તૈયાર થયેલ નગર માટે 250 કરતા વધુ બિલ્ડરો અને ખેડૂતોએ નિઃસ્વાર્થ સહયોગથી જમીન આપી હતી.  જે બાદ સતત દોઢ વર્ષની મહેનત બાદ આ નગર તૈયાર કરવામાં આવ્યું છે.  પ્રમુખસ્વામીનગરની વિશેષતાઓમાં અનેક તૈયારીઓ કરવામાં આવી છે.  જેમાં સાત ભવ્ય પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવ્યા છે.  જેમાં મુખ્ય પ્રવેશદ્વારને સંતદ્વાર નામ અપાયું છે.  જેમાં ભારતના 28 જેટલા મહાપુરૂષો અને સંતોની આઠ ફુટ ઉંચી મૂર્તિઓ મુકવામાં આવી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget