National Games: PM મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન કરશે, ગુજરાતમાં 17 સ્થળોએ 36 રમતોનું થશે આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન કરશે. મળતી જાણકારી અનુસાર, આગામી ૨૯ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન કરશે. મળતી જાણકારી અનુસાર, આગામી ૨૯ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન સમારોહ થશે. વડાપ્રધાન મોદી પ્રથમવાર તેમના નામે બનેલા ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર રહેશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેઇમ્સના સફળ આયોજન માટે ઓર્ગેનાઇઝિંગ કમિટિની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીને ગુજરાત માટે ગૌરવરૂપ આ રાષ્ટ્રીય રમતોત્સવ એક યાદગાર સંભારણું બની રહે તેવી સુદ્રઢ વ્યવસ્થાઓ કરવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. pic.twitter.com/ZTB03unuc8
— CMO Gujarat (@CMOGuj) September 7, 2022
આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ ખેલાડીઓ પણ હાજર રહેશે. ક્રિકેટ અને અન્ય રમતોના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ હાજર રહેશે. ગુજરાતમા ૧૭ સ્થળોએ ૩૬ રમતોનું આયોજન કરવામાં આવશે. નેશનલ ગેમ્સનું સમાપન સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે.
ગુજરાતના 6 મહાનગરોમાં યોજાનાર આ નેશનલ ગેઇમ્સમાં 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 8000 જેટલા ખેલાડીઓ વિવિધ 36 રમતોમાં ભાગ લેશે. આ રમતોત્સવનો ઉદ્ઘાટન સમારોહ તા.29 સપ્ટેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તથા સમાપન તા.12 ઓક્ટોબરે સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં કરાશે.
— CMO Gujarat (@CMOGuj) September 7, 2022
Suratમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો, વડાપ્રધાન મોદીએ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે કરી વાત
સુરતઃ સુરતમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે મેગા મેડીકલ કેમ્પ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા. સરકારી યોજનાઓના લાભ અંગે લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ગુજરાત અને કેન્દ્રની સરકારને ગણાવી ડબલ એન્જીનની સરકાર ગણાવી હતી. તેમણે આરોગ્ય કેમ્પને જનતા માટે આશિર્વાદ સમાન ગણાવ્યા હતા. સાથે જ સેવાભાવ શું હોય છે તે સુરતના લાકો સારી રીતે જાણતા હોવાની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ સરકારી યોજનાઓથી અન્ય લોકોને જાગૃત કરવાનું લાભાર્થીઓને સૂચન કર્યું હતું. તેઓએ કહ્યું કે નરેન્દ્ર હોય કે ભૂપેન્દ્ર જનતા જ અમારા માટે ભગવાન છે.
આ પણ વાંચોઃ