શોધખોળ કરો
PM મોદીએ ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં શું મેસેજ લખ્યો, વાંચો અક્ષર સહ સંદેશ
મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પધાર્યા હતા. જ્યાં તેમણે એરપોર્ટ પર સભાને સંબોધન કર્યા બાદ સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમ ગયા હતા. જ્યાં તેમણે આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી હતી. જે બાદ તેમણે આશ્રમની ડાયરીમાં નોંધ કરી હતી.
અમદાવાદઃ મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પધાર્યા હતા. જ્યાં તેમણે એરપોર્ટ પર સભાને સંબોધન કર્યા બાદ સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમ ગયા હતા. જ્યાં તેમણે આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી હતી. જે બાદ તેમણે આશ્રમની ડાયરીમાં નોંધ કરી હતી.
મોદીએ આશ્રમની નોંધપોથીમાં લખ્યું કે, સાબરમતી આશ્રમ સંકલ્પથી સિદ્ધિનું તીર્થ છે. પૂજય બાપુએ અહીં સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી તેઓ આશ્રમમાં પાછા ફરશે નહીં, આશ્રમે આ સંકલ્પ સિદ્ધ થતાં જોયો છે. આજે મને આ વાતનો સંતોષ છે કે ગાંધીજીની 150મી જયંતિના પ્રસંગે, તેઓના સ્વપ્નો પૈકીના એક સ્વચ્છ ભારતની સિદ્ધીનો સાક્ષી પણ આ આશ્રમ બની રહ્યો છે. હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે ખુલ્લામાં શૌચમુક્ત ભારતનો સંકલ્પ પરિપૂર્ણ થવાના પ્રસંગ હું અહીં મોજુદ છું.
સ્વતંત્રતા આંદોલનમાં બાપુની પાછળ ચાલવાનો અવસર ભલે આપણને ના મળ્યો હોય પરંતુ તેઓના ચીંધેલા માર્ગે ચાલવું એ આપણું કર્તવ્ય છે. તેઓએ દેશને જનભાગીદારીનો જે મંત્ર આપેલ હતો તે દેશના ખૂણે-ખૂણે પહોંચી ગયેલ છે. જનભાગીદારીની આ શક્તિએ આપણને ઝડપથી અસાધ્ય લક્ષ્યો પામવા માટેના અચૂક ઉપાયો આપેલા છે.
આપણું પ્રત્યેક ડગલું બાપુના રસ્તે ચાલે, આપમે તેઓના જોયેલા સ્વપ્નોને જીવી શકીએ, એને પુરા કરી શકીએ, આપણી નાની-નાની શક્તિઓ દેશના મહાન સંકલ્પોનું સામર્થ્ય બને, આપણા વિચારોમાં દેશ હોય, દેશ હિત હોય અને એજ આપણને અનંતકાળ સુધી દિશાનિર્દેશ કરે, એજ આશા અને વિશ્વાસ સાથે, નરેન્દ્ર મોદી, 2-10-2019.
બાપુએ સ્વચ્છાગ્રહ અને સત્યાગ્રહને નવું રૂપ આપ્યુંઃ રિવરફ્રન્ટ પર પીએમ મોદીનું સંબોધન સાઉથ આફ્રિકા સામે સદી ઠોકીને રોહિત શર્માએ ડોન બ્રેડમેનની કરી બરાબરી, તોડ્યા અનેક રેકોર્ડPM's message in visitor's book at Sabarmati Ashram:I'm satisfied that on the occasion of #GandhiAt150, we're witnessing the fulfillment of his dream of 'Swachh Bharat'. I feel lucky that on this occasion when India has successfully stopped open defecation I'm here at the ashram. pic.twitter.com/EfwB60AB4T
— ANI (@ANI) October 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement