PM Modi Gujarat Visit LIVE: PM મોદીએ રિવરફ્રંટ પર અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું
PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભા ચૂંટણીના વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પીએમ મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલ બ્રિજનું ઇ લોકાર્પણ કરશે.
LIVE
Background
PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભા ચૂંટણીના વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પીએમ મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલ બ્રિજનું ઇ લોકાર્પણ કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલીસબ્રિજ તથા સરદારબ્રિજની વચ્ચે બનાવવામાં આવેલા 'અટલ બ્રીજ'નું પીએમ મોદી દ્વારા ઈ- લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકશે. રુપિયા ૭૪ કરોડના ખર્ચે બનેલો આ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) અમદાવાદ શહેરની નવી ઓળખ બનશે.
An exemplary landmark of the Sabarmati Riverfront! https://t.co/yINPbgnAv5
— Narendra Modi (@narendramodi) August 26, 2022
આઇકોનિક ફૂટ ઓવરબ્રિજને લઈને શહેરીજનોમાં છેલ્લાં ઘણાં સમયથી અનેરું આકર્ષણ જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીનાં પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે નિર્માણ પામેલ આ આઇકોનિક ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) પેડેસ્ટ્રીયન અને સાયકલીસ્ટને એક છેડે થી બીજા છેડે કોઈપણ પ્રકારના ટ્રાફિક વગર સરળતાથી પહોંચવામાં મદદરૂપ થશે તેમજ અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે. અટલ બ્રિજ સાબરમતીના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડન તથા ઈવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝામાં થઈ પૂર્વ કાંઠે બનનાર એક્ઝીબીશન/કલ્ચર/આર્ટ સેન્ટરને જોડવામાં મદદરૂપ બનશે. રીવરફ્રન્ટના લોઅર તથા અપર પ્રોમીનાડ પર થઈને આ બ્રિજ પર જઈ શકાશે.
અટલ બ્રિજનું લોકાર્પણ
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું, અટલ બ્રિજ માત્ર સાબરમતી નદીના બે કાંઠાને જોડતો નથી, પરંતુ તે ડિઝાઇન અને નવીનતામાં પણ અભૂતપૂર્વ છે. ડિઝાઇનમાં ગુજરાતના પ્રખ્યાત પતંગ મહોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
PM મોદીએ અટલ ફુટ ઓવરબ્રીજનું લોકાર્પણ કર્યું
Gujarat | PM Narendra Modi inaugurates Atal Bridge in Ahmedabad pic.twitter.com/ddenrRbhq2
— ANI (@ANI) August 27, 2022
પ્રધાનમંત્રી મોદીએ રિવરફ્રંટ પર અટલ ફુટ ઓવરબ્રીજનું લોકાર્પણ કર્યું હતું.
પીએમ મોદીની હાજરીમાં ખાદી ઉત્સવ
પ્રધાનમંત્રીની પ્રથમ બેઠક શરૂ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ,મંત્રી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ સાથે પીએમ મોદી બેઠક કરી રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર,આઈ.બી.ના વડા અનુપમસિંહ ગેહલોત પણ બેઠકમાં હાજર છે. ગ્રામીણ વિસ્તારમાં પક્કડ વધુ મજબૂત બનાવવા પ્રધાનમંત્રી ટાસ્ક આપી શકે છે.
વિરોધ પક્ષની ગતિવિધિઓ અંગે પણ પ્રથમ બેઠકમાં ચર્ચા કરાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજસેલ ખાતે થશે મહત્વપૂર્ણ બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજસેલ ખાતે મહત્વપૂર્ણ બેઠક કરશે. રાજ્ય સરકારના મંત્રીઓ સાથે પીએમ ગુજસેલ ખાતે બેઠક કરશે. રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગે મંત્રીઓ પાસેથી સ્થિતિનો તાગ મેળવાશે. અમદાવાદમાં બનવા જઈ રહેલા ગાંધી આશ્રમના નવીનીકરણ સહિતના પ્રોજેકટ મામલે પીએમ ચર્ચા કરશે. સેકટર 2 JCP ગૌતમ પરમાર ગુજસેલ એરપોર્ટ પહોંચ્યા છે. ગાંધી આશ્રમના નવીનીકરણમાં IPS અધિકારી ગૌતમ પરમારને જવાબદારી સોપાઈ છે. પીએમ રાજભવન નહિ જઈને એરપોર્ટ ઉપર જ બેઠક કરે તેવી સંભાવના છે.