શોધખોળ કરો
Advertisement
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન
તેમના અંતિમ દર્શન https://www.swaminarayangadi.com વેબસાઇટ પર સવારે 7 વાગ્યાથી ઓનલાઇન થઇ શકશે.
અમદાવાદઃ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન થયું છે. તેમના અંતિમ દર્શન https://www.swaminarayangadi.com વેબસાઇટ પર સવારે 7 વાગ્યાથી ઓનલાઇન થઇ શકશે. આ સમાચાર સાંભળીને હરિભકતો શોકમાં ગરકાવ થઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેઓ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતાં.
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે અત્યારના સંજોગોને કારણે કોઇએ પણ સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવવાનું નથી.
ગુરૂ શિષ્યના નાતે અંતિમસંસ્કારવિધિ પૂર્ણ થયા પછી સ્નાનવિધિ કરવી. આજથી 11 દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં, તેમજ ઉત્સવ કરવો નહીં.
નોંધનીય છે કે, 12 જુલાઈના રોજ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion