શોધખોળ કરો
Advertisement
કોર્ટમાં હાજર થયા પહેલા રાહુલ ગાંધીએ અમદાવાદની હોટલમાં કઈ-કઈ ગુજરાતી વાનગીની મજા માણી? જુઓ આ રહ્યું લિસ્ટ?
રાહુલ ગાંધીએ કોર્ટમાં જુબાની આપતાં પહેલા સ્વાતિ હોટલમાં ગુજરાતી ભોજનની મજા માણી હતી. તેમની સાથે પરેશ ધાનાણી, અર્જૂન મોઢવાડિયા, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓએ પણ ગુજરાતી જમવાની મજા માણી હતી
અમદાવાદ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવા અમદાવાદ આવી પહોંચ્યા છે. એડીસી બેંક તરફથી દાખલ કરવામાં આવેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈના દિવસે હાજર થવા માટે કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. રાહુલની ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજીસ્ટ્રેટ એસ.કે ગઢવી સામે જુબાની લેવામાં આવશે.
રાહુલ ગાંધીએ કોર્ટમાં જુબાની આપતાં પહેલા સ્વાતિ હોટલમાં ગુજરાતી ભોજનની મજા માણી હતી. તેમની સાથે પરેશ ધાનાણી, અર્જૂન મોઢવાડિયા, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓએ પણ ગુજરાતી જમવાની મજા માણી હતી. મહત્વનું છે કે આ પહેલાં પણ રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણી વખતે પણ અહીં જમણવાર કરી ચુક્યાં છે.
સ્વાતિ હોટલમાં રાહુલ ગાંધીએ પાણીપુરી, પાતરાં, ખીચડી, હાંડવી સહિતની ગુજરાતી વાનગીઓની મજા માણી હતી.
રાહુલ ગાંધીનાં ગુજરાતી જમણને કારણે રેસ્ટોરન્ટનો સ્ટાફ તો ઘણો જ ખુશ થઈ ગયો હતો. આ ઉપરાંત રેસ્ટોરન્ટનાં સ્ટાફ સાથે સેલ્ફી પણ પડાવી હતી. રાહુલ ગાંધીને જોવા હોટલની બહાર લોકોની લાઈનો લાગી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement