શોધખોળ કરો

અમદાવાદ સહિત રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી,આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર

Gujarat Rain: નવરાત્રિના તહેવાર વચ્ચે રાજ્યામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain: નવરાત્રિના તહેવાર વચ્ચે રાજ્યામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસદાની આગાહીને પગલે ખેલૈયા અને આયોજકો મુંજવણમાં મુકાયા છે.આ ઉપરાંત પાછોતરા વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે

ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ
ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ અને બે મોન્સૂન ટ્રફના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસશે.

યલો એલર્ટ: આજે સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

માછીમારોને સૂચના
આગામી બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં જોવા મળશે વરસાદી માહોલ
તો બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

નવરાત્રીમાં વરસાદી વિઘ્ન
હવામાન ખાતાની વરસાદની આગાહીના પગલે નવરાત્રીના નવમા નોરતે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જેના કારણે ખેલૈયાઓની નવરાત્રીની મજા બગડી છે.

મોરબીમાં છવાયો વરસાદી માહોલ
ગત મધરાતે હળવદ તાલુકામાં વરસાદ શરૂ થતાં નવમા નોરતે ચાલુ વરસાદે ગરબીમાં કાગળ ઢાંકીને માતાજીની આરતી ઉતારવી પડી હતી. જોકે, ઉત્સાહી ખેલૈયાઓ વરસાદમાં પણ ગરબે રમ્યા હતા. મોરબી શહેર અને ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ રહ્યો.

રાજકોટમાં મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી
રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી. ધીમીધારે વરસાદ હોવાથી મોટાભાગના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓની પાંખી હાજરી જોવા મળી હતી. આયોજકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જોકે, મોટાભાગના અર્વાચીન રાસોત્સવ ચાલુ રહ્યા હતા.

તો બીજી તરફ ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોક, શાકમાર્કેટ, પંચ હાટડી વિસ્તાર, દ્વારકાધીશ સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગ્રામ્ય પંથકના મોટી પાનેલી, કોલકી, ખારચીયા, ઢાંક, ગધેથડ, હરિયાસણ સહિતના ગામોમાં ઝરમર વરસાદ થયો છે.

સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો: મુખ્યમંત્રી કરશે વધામણા
સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે, જેના નવા નીરના વધામણા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે નર્મદાના પ્રવાસે જશે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જ્યારે હાલની જળસપાટી 138.51 મીટર પર પહોંચી છે. સરદાર સરોવર અત્યાર સુધીમાં 99.42 ટકા ભરાયો છે અને તેમાં હાલ 9405 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ છે. આજે સાંજે ચાર વાગ્યે મુખ્યમંત્રી નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા રેવાના નીરના વધામણા કરશે.

ગુજરાતના દરિયાકાંઠાની જમીનનું ધોવાણ
ગુજરાતના દરિયાકાંઠાની જમીનના ધોવાણ અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યના દરિયાકાંઠાની કુલ 765 કિમી જમીનનું ધોવાણ થયું છે, જે દિવસેને દિવસે વધી રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની 534 ગામોની હજારો હેકટર જમીન પ્રભાવિત થઈ છે. જૂનાગઢ જિલ્લામાં 60 ટકા દરિયાકાંઠાની જમીન ધોવાયાનું તારણ સામે આવ્યું છે. જોકે, સારા સમાચાર એ છે કે 87 હજાર હેકટરથી વધુની જમીનમાં ખારાશના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
Embed widget