શોધખોળ કરો
Advertisement
અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક
અમદાવાદના બાપુનગરમાં ઝરમર વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી રાહત મેળવી છે. શહેરના ઈંડિયા કોલોની, અમરાઈવાડીમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.
અમદાવાદ: અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં મેઘરાજાની ધીમીધારે શરૂઆત થઈ છે. અમદાવાદના બાપુનગરમાં ઝરમર વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી રાહત મેળવી છે. શહેરના ઈંડિયા કોલોની, અમરાઈવાડીમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.
સેટેલાઈટ વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદનું આગમન થયું છે. આંબાવાડી, જોધપુર, નહેરુનગર, પ્રહલાદનગર, બોડકદેવ,જજીસ બંગલો સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 30 જુલાઇના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ધીમીધારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement