શોધખોળ કરો
અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ધીમીધારે વરસાદ
શહેરના સાયન્સ સિટી, વૈષ્ણોદેવી, એસ.જી. હાઈવે, ન્યુ રાણીપ, ચાંદલોડીયા, સત્તાધાર અને ભૂયંગદેવ વિસ્તારમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે.
![અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ધીમીધારે વરસાદ Rainfall in different areas of Ahmedabad city અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ધીમીધારે વરસાદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/07205638/Ahemdabad-rain.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના સાયન્સ સિટી, વૈષ્ણોદેવી, એસ.જી. હાઈવે, ન્યુ રાણીપ, ચાંદલોડીયા, સત્તાધાર અને ભૂયંગદેવ વિસ્તારમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે.
આગામી ત્રણ દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વરસાદી બે સિસ્ટમ સક્રીય થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. 10 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
રાજ્યના 60થી વધુ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી હતી. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)