શોધખોળ કરો

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં 84 દિવસના જેલવાસ બાદ રાજદીપસિંહના જામીન મંજૂર, આકરી શરતો સાથે થશે મુક્ત

Amit Khunt suicide case: રીબડા પંથકમાં ભારે ચર્ચા જગાવનારા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાને કોર્ટે મોટી રાહત આપી છે.

Amit Khunt suicide case: રીબડા પંથકમાં ભારે ચર્ચા જગાવનારા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાને કોર્ટે મોટી રાહત આપી છે. ગોંડલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે બચાવ પક્ષની દલીલો અને પુરાવાઓની ચકાસણી કર્યા બાદ રાજદીપસિંહના જામીન મંજૂર કર્યા છે. આ આદેશ સાથે છેલ્લા 84 દિવસથી જેલમાં રહેલા રાજદીપસિંહ હવે જેલમુક્ત થશે.

શું હતો સમગ્ર કેસ?
આ કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે સાવરકુંડલાની એક 17 વર્ષની સગીરાએ અમિત ખૂંટ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. સગીરાના જણાવ્યા અનુસાર, મોડેલિંગ ક્ષેત્રે પરિચય થયા બાદ અમિતે તેને નશાકારક દવા પીવડાવી આ કૃત્ય આચર્યું હતું. જોકે, પોલીસ તપાસ શરૂ થાય તે પહેલા જ અમિત ખૂંટે પોતાની વાડીમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી મળેલી સ્યુસાઇડ નોટમાં અમિતે ગંભીર આક્ષેપો કર્યા હતા કે, તેની આત્મહત્યા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે અને રાજદીપસિંહ તેને ત્રાસ આપી,તેની વિરુદ્ધ ખોટી ફરિયાદ કરાવી છે.

ફરાર રહ્યા બાદ કર્યું હતું આત્મસમર્પણ
ગુનો નોંધાયા બાદ રાજદીપસિંહ જાડેજા લગભગ 6 મહિના સુધી ફરાર રહ્યા હતા. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજીઓ નામંજૂર થયા બાદ, આખરે 10 નવેમ્બર, 2025ના રોજ તેમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ 13 નવેમ્બરથી તેઓ જૂનાગઢ જેલમાં બંધ હતા.

કોર્ટની સુનાવણી અને જામીનનો નિર્ણય
ગોંડલ કોર્ટના જજ એચ.એ. ત્રિવેદી સમક્ષ ચાલેલી આ સુનાવણીમાં ફરિયાદ પક્ષે સ્પેશિયલ P.P.ની નિમણૂક કરી હતી, જ્યારે બચાવ પક્ષે મજબૂત દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ અને પોલીસ તપાસના કાગળોની ચકાસણી કર્યા બાદ કોર્ટે રાજદીપસિંહના જામીન મંજૂર કર્યા છે.

કોર્ટે લાદેલી કડક શરતો

  • રાજદીપસિંહને જામીન આપવાની સાથે કોર્ટે કેટલીક આકરી શરતો પણ મૂકી છે, જેનું ઉલ્લંઘન થતા જામીન રદ થઈ શકે છે:
  • જિલ્લાબંધી: આરોપીએ 01/04/2026 સુધી રાજકોટ જિલ્લાની હદ છોડવાની રહેશે નહીં.
  • રાજ્ય બહાર જવા પર મનાઈ: કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજ્યની બહાર જઈ શકાશે નહીં.
  • પાસપોર્ટ જપ્ત: જો પાસપોર્ટ હોય તો 7 દિવસમાં કોર્ટમાં જમા કરાવવાનો રહેશે.
  • પુરાવા સાથે છેડછાડ: સાક્ષીઓને ડરાવવા કે પુરાવા સાથે છેડછાડ ન કરવી.
  • હાજરી: ટ્રાયલ દરમિયાન નિયમિત હાજર રહેવું પડશે અને રહેઠાણ-મોબાઈલ નંબરની વિગતો સોગંદનામા દ્વારા આપવાની રહેશે.
  • અન્ય ગુના: જામીન દરમિયાન અન્ય કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી હોવી જોઈએ નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget