શોધખોળ કરો
કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જતી બસમાં સૌથી આગળ કોણ બેઠું છે ? જાણો વિગત
ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે 5 જુલાઈએચૂંટણી યોજાવાની છે. વિધાનસભામાં 175 બેઠકોમાં હાલ ભાજપ પાસે 100 અને કોંગ્રેસ પાસે 71 બેઠકો છે.

અમદાવાદઃ 5મી જુલાઇએ ગુજરાતની બે રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવવાની છે. તે અગાઉ કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઇ જશે. આ માટે એક વોલ્વો બસમાં કોંગ્રેસના 45 જેટલા ધારાસભ્યો રવાના થયા છે. જેમાં સૌથી આગળ વિપક્ષ નેતા પરેશ ધાનાણી બેઠા છેય ચંદનજી ઠાકોર, હર્ષદ રિબડિયા, અશ્વિન કોટવાલ ખાનગી કાર દ્વારા સ્થળ પર પહોંચશે. જ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ગુરુવારે સવારે પહોંચશે. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાવવાની છે. વિધાનસભામાં 175 બેઠકોમાં હાલ ભાજપ પાસે 100 અને કોંગ્રેસ પાસે 71 બેઠકો છે. આ અગાઉ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તમામ ધારાસભ્યોને બેંગ્લૉર લઇ ગઇ હતી.
વધુ વાંચો





















