અમદાવાદમાં બહાર નીકળતા પહેલા આ નિયમ વાંચી લો, 30થી વધુ બાબત માટે AMC ફટકારશે ઈ-મેમો
અમદાવાદમાં હવે ટ્રાફિક કે મહાનગર પાલિકાના કોઈ નિયમની અવગણના કરવી નાગરિકો માટે ભારે પડશે. તૈયાર કરાયેલા સોફ્ટવેરથી રેડ સિગ્નલનો ભંગ કરવો ભારે પડશે.
Ahmedabad Municipal Corporation: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરી અમદાવાદ મહાનગર પાલિકાએ એક ખાસ પ્રકારનું સોફ્ટવેર તૈયાર કર્યું છે. પાંચ હજારથી વધુ સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ અને મહાનગર પાલિકા મળીને ત્રીસથી વધુ બાબતના નિયમભંગ બદલ ઈ મેમો આપવામાં આવશે. આગામી બે મહિનામાં અમલ કરાવવાની દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં હવે ટ્રાફિક કે મહાનગર પાલિકાના કોઈ નિયમની અવગણના કરવી નાગરિકો માટે ભારે પડશે. તૈયાર કરાયેલા સોફ્ટવેરથી રેડ સિગ્નલનો ભંગ કરવો, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ, સીટ બેલ્ટ કે હેલમેટ વગર વાહન ચલાવવું, ત્રણ સવારી મુસાફરી કરવી. દિવસ દરમિયાન ભારે વાહનોની અવરજવર, નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરવું, બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવવું, જાહેર રસ્તા પર થુંકનારાને દંડ કરાશે.
એટલું જ નહીં જાહેર રોડ પર રખડતા પશુને લઈ, જાહેર રોડ પર કચરો ફેંકવો, ભારે વાહનથી મટીરીયલ કવર કર્યા વગર લઈ જવુ. રોડ પરના ખાડા કે પાણી ભરાવવાની રોજ પર ગેરકાયદે દબાણ કરવાને લઈને પોલીસ અને અમદાવાદ મનપા આ જ સોફ્ટવેરની મદદથી ઈ-મેમો ફટકારશે.
કઈ-કઈ બાબત માટે ઈ-મેમો આપવામાં આવશે?
રેડ સિગ્નલનો ભંગ કરવો
ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ
સીટ બેલ્ટ કે હેલ્મેટ વગર મુસાફરી કરવી
ત્રણ સવારી મુસાફરી કરવી
દિવસ દરમિયાન ભારે વાહનોની અવરજવર
નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરવુ
બી.આર.ટી.એસ.કોરિડોરમાં વાહન ચલાવવુ
જાહેર રસ્તા ઉપર થૂંકનારાને દંડ કરાશે
જાહેર રોડ ઉપર રખડતા પશુ ને લઈ
જાહેર રોડ ઉપર કચરો નાંખવો
ભારે વાહન દ્વારા મટીરીયલ કવર કર્યા વગર લઈ જવુ
રોડ ઉપરના ખાડા કે પાણી ભરાવવાની બાબતમાં
રોડ ઉપર ગેરકાયદેસર દબાણ કરવા અંગે
રોડ ઉપરના વીજ પોલ કે ફૂટપાથ તૂટેલા હોય