શોધખોળ કરો
13 હજાર કરોડનું કાળુનાણું જાહેર કરનાર મહેશ શાહની અટકાયત, એક રૂપિયો પણ મારો નથી: મહેશ શાહ

અમદાવાદ: આઈડીએસ યોજનામાં 13 હજાર કરોડ રૂપિયા જાહેર કરી ના ભરનાર મહેશ શાહએ મીડિયા સમક્ષ ચોકાવનારો ખુલાસો કર્યો છે.મહેશ શાહે કહ્યું છે કે આ રૂપિયામાં મારો એક રૂપિયો પણ નથી. સરખેજ પોલીસે મહેશ શાહની અટકાયત કરી છે. સરખેજ પોલીસ દ્વારા ઈંકમટેક્ષના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. પોલીસ મહેશ શાહને ઈંકમટેક્ષ ઓફિસ લઈ ગઈ છે. મહેશ શાહે કહ્યું આ રૂપિયા મારા નથી અન્યના રૂપિયા મે જાહેર કર્યા છે. સૌથી મોટો ખૂલાસો મહેશ શાહ દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે આગામી સમયમાં મોટા માથાઓના નામ સામે આવવાની શંકા છે. ડેપ્યૂટી ડાયરેક્ટર નોંધી રહ્યા છે નિવેદન, મહેશ શાહ પર મની લોંડરિંગનો કેસ દાખલ કરવાની શક્યતા. કલમ 131 હેઠળ આઈટી વિભાગનું સમંસ.
વધુ વાંચો





















