શોધખોળ કરો

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે રવિવારની વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવાની લ્હાયમાં બેકાબૂ બનેલી ફોર્ચ્યુનર કારનો અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે રવિવારની વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવાની લ્હાયમાં બેકાબૂ બનેલી ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીના પુત્રનું કરુણ મોત નીપજ્યું છે.

ઓવરટેક કરતા સર્જાયો કાળમુખો અકસ્માત
18 જાન્યુઆરી રવિવારના રોજ વહેલી સવારે સરખેજથી ગાંધીનગર તરફ જઈ રહેલી એક ફોર્ચ્યુનર કાર (GJ 18 EF 9) પૂરઝડપે દોડી રહી હતી. વૈષ્ણોદેવી બ્રિજના છેડે કારના ચાલકે આગળ જતી એક કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર આવી ગઈ હતી અને હિંમતનગરથી રાજકોટ જઈ રહેલી એસટી બસ સાથે જોરદાર રીતે ટકરાઈ હતી.

ફોર્ચ્યુનર બસ સાથે અથડાયા બાદ પાછળથી આવી રહેલી એક બ્રેઝા કાર પણ બસ સાથે ભટકાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ફોર્ચ્યુનર કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને રસ્તા પર ગાડીના ટુકડાઓ વિખેરાઈ ગયા હતા. એસટી બસના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બસને ડિવાઈડર પર ચઢાવી દીધી હતી, જેના કારણે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.

આ અકસ્માતમાં કુલ એક યુવકનું મોત થયું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે

ફોર્ચ્યુનર કાર ચલાવી રહેલા ધવલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તે ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી અને વકીલ આઈ. બી. વાઘેલાનો પુત્ર છે. જ્યારે ફોર્ચ્યુનર કારમાં સવાર દેવાંશી યોગેશ પંડ્યા (ઉં.વ. 21)ને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય ઈજાગ્રસ્તોમાં અફસાનાબાનુ ખલીફા (23) અને રસુલભાઈ આજમ (32) ને પણ ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. એસટી બસના ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે.

અકસ્માત બાદ સર્જાયો  ટ્રાફિક જામ
ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતને કારણે હાઈવે પર અડધો રસ્તો બંધ થઈ જતાં લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને દૂર કરી ટ્રાફિક હળવો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં પણ કારની સ્પીડ અને અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે.              

ટોપ સ્ટોરી

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget