શોધખોળ કરો

ભરતસિંહ સોલંકીએ પાઠવેલી નોટિસ મુદ્દે પત્ની રેશ્મા પટેલે શું કર્યો મોટો ખુલાસો? 

કોરોનાથી સ્વસ્થ થયા બાદ ભરત સોલંકીનું વર્તન બદલાયું. ભરતસિંહ પત્ની સાથે ગાળાગાળી કરતા હતા. પત્નીને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મુકી. છુટાછેડા માટે ભરતસિંહ દબાણ કરી રહ્યા છે.

અમદાવાદઃ ગઈ કાલે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ તેમના પત્નીને  જાહેર નોટિસ આપ્યા પછી આજે તેમના પત્ની રેશ્મા પટેલે ખુલાસો કર્યો છે. ભરતસિંહ સોલંકી દ્વારા પાઠવવામા આવેલી નોટીસનો ખુલાસો કર્યો છે. વકિલ નિખલ જોષી મારફતે જાહેર નોટીસ સામે ખુલાસો આપ્યો છે. 

ભરતસિંહ સોલંકી કોરાનાથી ગંભીર બિમાર હતા ત્યારે સેવા ચાકરી કરી પુનઃજીવન આપ્યું. કોરોનાથી સ્વસ્થ થયા બાદ ભરતસિંહ સોલંકીનું વર્તન બદલાયું. ભરત સોલંકી પત્ની સાથે ગાળાગાળી કરતા હતા. પત્નીને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મુકી. રાજકારણના હોદ્દાનો દુરુપયોગ કરી છુટાછેડા માટે ભરતસિંહ દબાણ કરી રહ્યા છે. 

રેશ્મા પટેલને દબાણમાં લાવવા માટે ભરત સોલંકીએ નોટીસ આપ્યાનો નિખિલ જોષીનો દાવો છે. રેશ્મા પટેલ આજે પણ એક સારા પત્ની તરીકે રહેવા તૈયાર છે. ભરતસોલંકી રેશ્મા પટેલને આજે પણ માનસીક ત્રાસ આપી રહ્યા છે. અન્યને ત્યાં આશ્રીત હોવા છતાં ઘરમાંથી કાઢી મુકવા અલગ અલગ વ્યક્તિ દ્વારા ધમકી આપે છે. છુટાછેડા લેવા માટે માનસિક દબાણમાં લાવવા ખોટી નોટીસ આપી હતી. રેશ્મા પટેલ સામે કરવામાં આવેલા આક્ષેપ તદ્દન પાયા વિહોણા હોવાનો ખુલાસો કરાયો છે. 

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્ની સામે અખબારમાં નોટિસ આપી છે. તેમણે વકીલ મારફતે તેમનાં પત્ની રેશ્મા પટેલને જાહેર નોટિસ પાઠવી છે. નોટિસમાં ઉલ્લેખ કર્યો છે કે, છેલ્લાં ચાર વર્ષથી તેમની સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. એટલું જ નહીં નોટિસમાં જણાવાયું છે કે, ભરતસિંહ રાજકીય તેમજ સામાજિક પ્રતિષ્ઠા ધરાવે છે અને તેમના નામ તથા ઓળખનો દુરુપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ એ માટે જવાબદાર રહેશે નહીં.

ભરતસિંહે આ અંગે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ ન હતો અને તેઓ મનસ્વી વર્તન કરતાં હતાં. મારા ઘરે આવીને રહે તો પણ કોઈ વાતચીત કરતાં નહીં. શરૂઆતમાં મેં સમજાવટથી સમાધાન લાવવા પ્રયાસ કર્યો, પરંતુ તેમ થયું નથી. એ પછી તેમના કુટુંબીઓની મધ્યસ્થી કરાવી છતાં પરિણામ ન મળ્યું. મને ખ્યાલ નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માગે છે, મને કોઈ રીતે તકલીફ પહોંચે એવું તેઓ કરવાનાં હોય એવો ભય છે.

સોલંકીએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમણે છૂટાછેડા લેવા પણ કહ્યું હતું. જોકે, આ અંગે સંમતિ આપી નહોતી. આ સિવાય તેમને રહેવા માટે બંગલો, ગાડી, માસિક એકથી દોઢ લાખની આવક થતી રહે એવી સગવડ કરી આપી હોવા છતાં તેમના પર કોઈ હકારાત્મક અસર થઈ ન હતી. અમારા સંબંધોની તિરાડ વધુ મોટી થતી જતી હતી. આથી મેં આમાંથી બહાર નીકળવા કોઈ રસ્તો શોધવા પ્રયત્ન શરૂ કર્યો. આ વાતથી મને વ્યક્તિગત રીતે નુકસાન થવાનો ભય છે, પરંતુ મારા માટે જે ઓછું નુક્સાનકર્તા હોય એવું પગલું ભરવા માટે મને આ રસ્તો યોગ્ય લાગ્યો, તેથી મેં નોટિસ મોકલી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget