CNGના ભાવ વધારાના વિરોધમાં રિક્ષા ચાલકો, આ દિવસે હડતાલ પર ઉતરશે
CNGના ભાવ વધારાના વિરોધમા 10 ઓક્ટોબરે અમદાવાદમા રિક્ષા ચાલકો હડતાલ પાડશે
અમદાવાદઃ CNGના ભાવ વધારાના વિરોધમા 10 ઓક્ટોબરે અમદાવાદમા રિક્ષા ચાલકો હડતાલ પાડશે. CNGના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો થતા 10મી ઓક્ટોબરે એક દિવસની પ્રતીક હડતાલના નિર્ણય કરાયો છે. જો કે આ હડતાલ પહેલા આવતીકાલે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે. જો ભાવ વધારો પાછો નહી ખેંચાય તો રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Gujarat Assembly Election: કોંગ્રેસના આ દિગ્ગજ નેતા આજે આપમાં જોડાશે, કેજરીવાલ સાથે કરી હતી મુલાકાત
Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક ફટકા લાગી રહ્યા છે. અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી ચુક્યા છે. આ દરમિયાન શનિવારે કોંગ્રેસના નેતા ચેતન રાવલે પણ પક્ષ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી હતી. આજે તેઓ ઈશુદાન ગઢવીની હાજરીમાં આપમાં જોડાશે. રવિવારે તેણે કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ શું કહ્યું હતું ચેતન રાવલે
કોંગ્રેસમાથી રાજીનામુ આપ્યા બાદ ચેતન રાવલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મને કોઈ વ્યક્તિથી અંગત વાંધો નથી, હાલની સંગઠનની અવગણના થઈ રહી છે. હું કોંગ્રેસમાં જોડાયો ત્યારથી અત્યાર સુધી પક્ષ જે દિશામાં જઈ રહ્યો છે તે મારી વિચારધારાની વિરુદ્ધ છે. જગદીશ ઠાકોર,ભરતસિંહ સોલંકી,અમિત ચાવડા તમામ મારા માટે સન્માનીય છે. સંગઠનનું મહત્વ ઘટે અને ચૂંટાયેલ પાંખનું મહત્વ વધે ત્યારે પક્ષની સ્થિતિ બગડતી હોય છે. હું ભાજપમાં જોડાવવાનો નથી, આગામી દિવસોમાં મારા કાર્યકરો સાથે બેઠક કરીશ,નિર્ણય કરીશ પણ અન્ય પક્ષમાં જોડાવવાનો મેં નિર્ણય કર્યો નથી.
કોણ છે ચેતન રાવલ
- ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે ચેતન રાવલ
- અમદાવાદની બે બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડી ચૂક્યા છે
- અસારવા અને ખાડિયા બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડી ચૂક્યા છે
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવકતા રહી ચૂક્યા છે ચેતન રાવલ
- અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે ચેતન રાવલ
- અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પણ રહી ચૂક્યા છે