શોધખોળ કરો

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અંગે જાણો ઋષિકેશ પટેલે શું આપ્યું નિવેદન

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: દેશમાં કોરોનાનો ફરી કહેર ન વર્તાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો અત્યારથી જ સાવચેતીના પગલાં લેવા માટે તૈયારીમાં લાગી ગઈ છે.

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: દેશમાં કોરોનાનો ફરી કહેર ન વર્તાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો અત્યારથી જ સાવચેતીના પગલાં લેવા માટે તૈયારીમાં લાગી ગઈ છે. આ માટે આજે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન પણ જાહેર કરી છે. તો બીજી તરફ આજે ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્વ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, પ્રમુખ સ્વામી નગરમાં હાલમાં લાખોની સંખ્યામાં લોકો દેશ અને વિદેશથી આવી રહ્યા છે. જેથી ભારે ભીડ જોવા મળી રહી છે. તેથી તકેદારીના ભાગ રૂપે ચર્ચામાં કરવામાં આવી હતી.

શતાબ્દી મહોત્સવ અંગે આરોગ્યમંત્રીનું નિવેદન

તો બીજી તરફ અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવને લઈને પણ આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  આ કાર્યક્રમ શરૂ થયો ત્યારે આવા સમાચાર આવ્યા ન હતા. પ્રમુખ સ્વામી નગર માટે માસ્કના વિસ્તરણની સૂચના આપવામાં આવી છે. પ્રમુખ સ્વામી નગરમાં પણ કોરોના અંગે સાવચેતી રાખવા માટે પણ સૂચના આપી છે.

કાંકરિયા કાર્નિવલ અંગે આરોગ્યમંત્રીએ આપ્યું નિવેદન

એક તરફ કોરોનાનો કહેર વધવાની વકી છે તો બીજી તરફ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદના કાંકરિયા કાર્નિવલ સહિતના કાર્યક્રમો અંગે આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવા કાર્યક્રમો અંગે ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓ સાથે કાર્યક્રમ કેવી રીતે ક્યાં સમયે કરવો તેની ચર્ચા ચાલી રહી છે. નવા વેરિયન્ટના ફેલાવા અને ઘાતકતા અંગેનો રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ જરૂરિયાત મુજબ માર્ગદર્શિકા જાહેર કરાશે.

કોરોનાની દહેશત વચ્ચે કાંકરિયા કાર્નિવલ યોજવા પ્રશાસન મક્કમ છે. કાંકરિયા પરિસરમાં કાર્નિવલ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કાંકરિયા કાર્નિવલ આડે બે દિવસનો સમય બાકી છે ત્યારે ચાલુ વર્ષે 4 કરોડના ખર્ચે કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં આવશે. કાર્નિવલની મુખ્ય થીમ 75 મો આઝાદીનો અમૃત મહોત્સવ રહેશે. જેમાં અલગ અલગ રાજયોની સંસ્કૃતિ આધારિત કાર્યક્રમ યોજાશે .25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલનાર કાર્નિવલમાં અંદાજે દસ લાખ લોકો મુલાકાત કરે તેનો અંદાજ છે. કાર્નિવલ જે ત્રણ વર્ષ બાદ યોજાનાર છે. કેટલીક વિશેષતાઓ ઉપર નજર કરીએ તો, લોકગાયક અને સંગીતકારો કાર્નિવલમાં પોતાના સુર રેલાવશે. અલગ અલગ છ સ્ટેજ સમગ્ર કાંકરિયા પરિસરમાં તૈયાર કરવામાં આવ્યા છે. નગીનાવાડી ખાતે આતશબાજી બાદ કાંકરિયા કાર્નિવલ 2022 ખુલ્લો મુકાશે. ફૂડ શો અને મનોરંજન માટે અલગ અલગ એક્ટિવિટી ઉપર ભાર મુકવામાં આવ્યો છે.  1500 પોલીસનો સ્ટાફ ખડેપગે કાર્નિવલ ઉપર નજર રાખશે. 200 સીસીટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ હાથ ધરવામાં આવશે. તળાવની ફરતે અને કાંકરીયામાં રોશનીનો શણગાર કરાશે.

કોરોનાની સંભવિત પરિસ્થિતિની સમીક્ષા બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, વિશ્વની અંદર કોરોનાના વધતા કેશ અંગે દેશમાં ચિંતા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઘણા અનુભવોમાંથી આપણે પસાર થયા છીએ. મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

નવા વેરીએંટના પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવી છે. હર્ડઈમ્યુનીટી અને રસીકરણથી લડવા સક્ષમ છીએ. નિષ્ણાંતો પાસેથી મત લેવામાં આવ્યો કે રાજ્ય સરકારે શું કરવું જોઈે. એરપોર્ટ પર ફ્લાઇટની સીટ મુજબ 2 ટકા ટેસ્ટિંગ કરવું જોઈએ. એરપોર્ટ પર થર્મલ ચેકીંગ શરૂ કરવું અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ માટે વ્યવસ્થા કરવાની રહેશે. કોરોના ગયો છે તેવું સમજીને વેક્સિન નથી લીધી તેએ હવે લઈ લે. આગામી સમયમાં સરકાર ફરીથી વેક્સિન ડ્રાઇવ શરૂ કરશે. આ ઉપરાંત પ્રિકોશન ડોઝ માટે ડ્રાઈ યોજાશે. 27મી ડિસેમ્બરે મોક ડ્રાઇવ કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ મોકડ્રીલ યોજવામાં આવશે. નવો વેરીઅન્ટ એકમાંથી 16 લોકો સુધી પહોંચી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
Embed widget