શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રૂપાણી સરકારે કરફ્યુમાં લગ્નની આપી છૂટ, જાણો કેટલા મહેમાનોને રાખી શકાશે હાજર ? પોલીસ પાસે જઈને શું કરવું પડશે ?
અમદાવાદમાં કર્ફ્યુનો અમલ થઈ ગયો છે ત્યારે સરકારે લોકોને કેટલીક રાહત પણ આપી છે.
અમદાવાદઃ શહેરમાં શુક્રવારે રાતે નવા વાગ્યાથી કર્ફ્યુ લાગુ થઈ ગયું છે. અમદાવાદમાં સોમવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. અમદાવાદમાં કર્ફ્યુનો અલમ કરાવવા માટે રાતના નવ વાગ્યા પહેલા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.
અમદાવાદમાં કર્ફ્યુના અમલ માટે સાંજે સાત વાગ્યાથી જ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ચેતવણી શરૂ કરી દીધી હતી. રાત્રે આઠ વાગ્યે જ મોલ, દુકાનો બંધ થઈ ગઈ હતી. કર્ફ્યુના જાહેરાનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાશે. દૂધ,દવા સહિતની આવશ્યક ચીજવસ્તુઓને છુટછાટ આપવામાં આવી છે.
અમદાવાદમાં કર્ફ્યુનો અમલ થઈ ગયો છે ત્યારે સરકારે લોકોને કેટલીક રાહત પણ આપી છે. આ કર્ફ્યુ દરમિયાન શહેરમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી પંપ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. એલપીજી સીલીન્ડરની ડીલીવરી પણ યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે.
દોઢ મહિના પહેલા સરકારે અનલોક- ૫ની ગાઈડલાઈન જાહેર કરી ત્યારે લગ્નોના મૂર્હત નહોતા. હવે લાભ પાંચમ, દેવ ઉઠી એકાદશી પછી મોટાપાયે લગ્નોના મૂર્હત છે અને છેલ્લા એક સવા મહિનાથી કંકોતરી સાથે ચૌ તરફ આમંત્રણો અપાયા છે ત્યારે ગુજરાત સરકારે ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યૂજાહેર કર્યો છે. જેના કારણે આ પરિવારોને મુશ્કેલી પડી શકે તેમ છે.
આ સ્થિતિમાં કફર્યૂ દરમિયાન લગ્ન પ્રસંગ માટે જે લોકો હાજર રહેવાના હોય તેના લીસ્ટ સાથે પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવાની રહેશે. રાજય સરકારે રાજયમાં લગ્નપ્રસંગમાં 200 લોકોને હાજર રહેવા માટે આપી છે છૂટછાટ.
અન્ય શહેરોમાં પણ રાત્રિ કરફ્યૂ હોવા સંબંધે નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, લગ્નોમાં ભોજન કે રિસેપ્શન દિવસે જ રાખવામાં આવે તો રાત્રે મંજૂરી લેવાનો પ્રશ્ન જ રહે નહી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion