શોધખોળ કરો
Advertisement
સ્કૂલ ફી મામલે આવ્યા મોટા સમાચારઃ શાળા સંચાલકો ફિક્સ ફી ઘટાડવા તૈયાર, કેટલી ઘટશે ફી?
ચીફ જસ્ટિસે એડવોકેટ જનરલને કહ્યું, રાજ્ય સરકાર પાસે વિશાળ સત્તા છે. એપિડેમીક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ મળેલી સત્તાઓ છે. ફી ઘટાડા માટે સરકાર પોતાની રીતે નિર્ણય લેવાની સત્તા ધરાવે છે, તો કોર્ટમાં અરજી કેમ? કોર્ટે સરકારને કહ્યું, તમે જાતે નિર્ણય લો.અમને મધ્યસ્થી માટે શા માટે કહો છો?
અમદાવાદઃ રાજ્યમાં ખાનગી સ્કૂલોની ફી વિવાદમાં અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે સ્કૂલ ફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શાળા સંચાલકો ફિક્સ ફી ઘટાડા માટે તૈયાર થઈ ગયા છે. કેટલા ટકા ફી ઘટાડા માટેની તૈયારી એના વિશે ચર્ચા. ચાલી રહી છે.
ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. કોર્ટમાં એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે, સમાધાન સધાયુ નહીં હોવાથી ફી મુદ્દે સરકાર જાહેરનામું બહાર પાડી શકતી નથી.
ચીફ જસ્ટિસે એડવોકેટ જનરલને કહ્યું, રાજ્ય સરકાર પાસે વિશાળ સત્તા છે. એપિડેમીક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ મળેલી સત્તાઓ છે. ફી ઘટાડા માટે સરકાર પોતાની રીતે નિર્ણય લેવાની સત્તા ધરાવે છે, તો કોર્ટમાં અરજી કેમ? કોર્ટે સરકારને કહ્યું, તમે જાતે નિર્ણય લો.અમને મધ્યસ્થી માટે શા માટે કહો છો?
શાળા સંચાલકોએ કહ્યું, સરકાર ફિક્સ ફી ઘટાડાની વાત કરે છે એ મંજુર નથી. અમે કેસ ટુ કેસ બેઝિઝ પર ફી ઘટાડો કે ફી માફી આપવા તૈયાર છીએ. જેના ઘરમાં કોઈનું મહામારીમાં મૃત્યુ થયું હોય કે આર્થિક મૂંઝવણ હોય તેને મદદ કરીશું. શાળા સંચાલકોએ કહ્યું, જે એક્સ્ટ્રા કરીક્યુલર એક્ટિવિટી અમે ઓફર કરીએ છીએ, એની ફી અમે લેવા માંગીએ છીએ.
નોંધનીય છે કે, સ્કૂલ ફી વિવાદમાં શાળા સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં ગત ગુરૂવારે સોગંદનામું કરીને 25 ટકા માફીની ફોર્મ્યૂલાનો વિરોધ કર્યો હતો. સ્કૂલ ફી વિવાદના મુદ્દે શાળા સંચાલકોએ સરકારની સમાધાન ફોર્મ્યૂલા સ્વીકાર્ય ન હોવાનું સોગદનામું કર્યું છે. તેમનો દાવો છે કે, ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ની મંજૂર ફીનો વધારો જતો કરવા અમે તૈયાર છીએ ત્યારે 25 ટકા ફી માફી વધારે છે. સંચાલકોએ ગયા વર્ષની ફી યથાવત રાખી 5 ટકાથી 12 ટકા રાહત આપવાની તૈયારી બતાવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના કેસ ટુ કેસ બેઝ પર ફી માફીની પણ તૈયારી દર્શાવી છે.
તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટે 30 ટકા ફી માફીનો ચુકાદો આપ્યો હતો તેના કારણે પણ ગુજરાતામં ફી માફી મળશે તેવી આશા છે. લોકડાઉનના કારણે શાળાઓ બંધ હતી તેથી પૂરેપૂરી ફી માગતી સ્કૂલો સામે વાલીઓનો વિરોધ છે ત્યારે ખાનગી શાળાઓની ફી અંગે રાજસ્થાન હાઇકોર્ટે મોટો ચૂકાદો આપતાં કહ્યું હતું કે, ખાનગી સ્કૂલ ફીનું માત્ર 70 ટકા પેમેન્ટ લઇ શકાશે. આ ઉપરાંત સ્કૂલમાં ભણનારાં વિદ્યાર્થીઓનાં માતા પિતા ફીની ચૂકવણી આગામી વર્ષે 31 જાન્યુઆરી સુધી ત્રણ હપ્તામાં કરી શકશે. આ ચૂકાદો રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ એસ પી શર્માએ આપ્યો છે.
ગુજરાતમાં પણ ખાનગી સ્કૂલોની ફી અંગે વિવાદ છે ત્યારે આ ચુકાદો ગુજરાત માટે પણ મહત્વનો સાબિત થઈ શકે છે. રાજસ્થાન સરકારે પણ ગુજરાતની વિજય રૂપાણી સરકારની જેમ કોરોના દરમિયાન શાળા બંધ થઇ ત્યારથી ફી ન વસૂલવા માટે સ્કૂલોને આદેશ આપ્યો હતો. રાજસ્થાન સરકારના આદેશને પડકારતી પ્રાઇવેટ સ્કૂલોની અપીલ પર હાઇકોર્ટે આ આદેશ આપ્યોછે. લગભગ 200 સ્કૂલોએ ત્રણ અલગ અલગ અરજી કરીને રાજસ્થાન સરકારના આદેશને પડકાર્યો હતો. રાજ્ય સરકારના આદેશના લીધે પ્રાઇવેટ સ્કૂલ ફી લઇ શકતી ન હતી. કોરોના સંકટના લીધે રાજસ્થાન સરકારે પ્રાઇવેટ સ્કૂલો ખુલે ત્યાં સુધી ફી વસૂલવા પર રોક લગાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion