શોધખોળ કરો

Morbi Bridge Tragedy: મોરબી બ્રિજ દુર્ઘટનાનું 1 વર્ષ પૂર્ણ થવા પર ગાંધી આશ્રમથી CM નિવાસ સુધી થશે શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન

Morbi Bridge Tragedy: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે મોરબી શહેરમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટરો લાગ્યા છે.

Morbi Bridge Tragedy: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે મોરબી શહેરમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટરો લાગ્યા છે. તો બીજી તરફ અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યમંત્રી નિવાસ સુધી શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરાયું છે.
 
ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબી દ્વારા દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ડીજીપી અને અમદાવાદ કમિશનરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગત તા. 30-10-2022 ના રોજ ઝૂલતો પુલ દુર્ઘટના બની હતી જેમાં મૃત્યુ પામેલા પૈકી 122 મૃતકોના પરિવારજનો એસોસિએશન સાથે જોડાયેલા છે. કરુણ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે પીડિત પરિવારોને ન્યાય ક્યારે મળશે તે પણ એક સવાલ છે. તમને જણાવી દઈએ કે, આ માનવસર્જિત દુર્ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે તેવી હૈયા ધારણા પણ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ પરિવારોને આપી હતી.

ગત તાં 09-10-2023 ના રોજ સરકાર દ્વારા રચેલી સીટનો રિપોર્ટ હાઇકોર્ટમાં મુકાયો હતો. જેમા દુર્ઘટના માટે ઓરેવા કંપની, તેના ડાયરેકટર અને કર્મચારીઓ જ સંપૂર્ણ જવાબદાર દર્શાવવામાં આવ્યા છે જેથી આરોપીઓ સામેનો કેસ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવામાં આવે અને સખ્ત આજીવન કેદની સજા આપવામાં આવે ત્યારે જ અકાળે અવસાન પામેલા સ્વજનોના આત્માની શાંતિ મળશે.

દુર્ઘટનાને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે દુર્ઘટનાની પ્રથમ વાર્ષિક તિથિ નિમિતે તાં 30 ના રોજ પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યમંત્રી નિવાસ ગાંધીનગર સુધી 24 કિલોમીટર સુધીની શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે શ્રદ્ધાંજલિ યાત્રા સવારે 6 કલાકે ગાંધી આશ્રમ અમદાવાદથી શરૂ થશે જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના 200 જેટલા પરિવારજનો જોડાશે.

તો દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૂર્તકોની તસવીર સાથેના બેનરો મોરબીમાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે.  એક તરફ જયસુખ પટેલ માટે પાટીદાર આગેવાનો મેદાને પડ્યા છે તો હવે મૃતકોના પરિવારજનો ઓરેવા કંપનીના ડિરેકટરને સખ્ત આજીવન કેદની સજાની માંગ કરી રહ્યા છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા, લિલત વસોયા અને ધારાસભ્ય કિરીટ પટેલ નવા આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યાં છે. તેમણે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સાથે જ મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget