શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મામલે સીટી ઈજનેરનો મોટો ધડાકો, જાણો કોને ચૂકવવામાં આવ્યા 55 લાખ રુપિયા

અમદાવાદ:  હાટકેશ્વર બ્રિજ મામલે સીટી ઇજનેરે મોટો ધડાકો કર્યો છે. થર્ડ પાર્ટી એજન્સી જ બ્રિજની દયનિય હાલત પાછળ જવાબદાર હોવાની વાત કહી છે. યોગ્ય ઇન્સ્પેકશન કર્યા વગર બ્રિજ બન્યો હોવાનું સર્ટિફિકેટ આપી દીધું હતું.

અમદાવાદના હાટકેશ્વર સ્થિત છત્રપતિ શિવાજી બ્રિજ મામલે સીટી ઈજનેર હિતેશ કોન્ટ્રાકટરએ મોટું નિવેદન આપ્યું છે. વર્ષ 2015 માં મંજુર થયેલા બ્રિજને બનતા બે વર્ષ પૂર્ણ થયા પણ મુખ્ય બેદરકારી થર્ડ પાર્ટી એજન્સીની હોવાની કબૂલાત કરવામાં આવી છે. SGS નામની એજન્સી જેણે બ્રિજ બન્યા બાદ તેની યોગ્યતા અંગે સર્ટિફિકેટ આપી દીધું અને તેને સામે 55 લાખની રકમ ચુકવવામાં આવી હતી. સાથે જ સીટી ઇજનેરે એ વાતની પણ કબુલાત કરી કે અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સી જેણે પણ M45 ના બદલે M25 ની ગુણવત્તાનો સામાન વપરાશમાં લીધો છે પણ IIT રુડકીના રિપોર્ટ બાદ આગળ પેનલ્ટી ફટકારવી કે નહીં તે અંગે નિર્ણય કરવામાં આવશે.

ABP અસ્મિતાએ દર્શાવેલ ઓડિટ રિપોર્ટમાં પેનલ્ટી માફ કરવા અંગે સીટી ઇજનેરે નિવેદન આપ્યું કે ઓડિટ રિપોર્ટમાં ગેરસમજ ઉભી થઇ છે. ગોતા સ્થિત બ્રિજના કામમાં વિલંબ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરવામાં આવ્યો હતો. 100 દિવસના વિલંબના કારણે એજન્સીને 2 કરોડ 30 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી હતી જે વર્ષ 2012-13 માં વસુલ કરાઈ છે.

શક્તિપીઠ અંબાજીમાં હવે માઈ ભક્તોને નહીં મળે મોહનથાળનો પ્રસાદ

શક્તિપીઠ અંબાજીમાં હવે મોહનથાળની જગ્યાએ ચીકીનો સૂકો પ્રસાદ આપવામાં આવશે. સોમનાથ, તિરૂપતિ જેવા મંદિરોમાં સૂકા પ્રસાદની માંગને લઈને કરાયો આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. સૂકા પ્રસાદની રજૂઆતો અને અનેક મંતવ્યો બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. અમુલ અને બનાસ ડેરી સાથે ચીકીના સૂકા પ્રસાદને લઈને વિચાર વિમર્શ ચાલું છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે માઈ ભક્તોને મોહનથાળને બદલે ચીકીનો સુકો પ્રસાદ મળશે.

અમદાવાદમાં બે વર્ષમાં કેટલો દારૂ પકડાયો ?

રાજ્યમાં કડક દારૂ બંધીના દાવા વચ્ચે  અમદાવાદમાં દારૂની રેલમછેલ થઈ હતી. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી વિગત પ્રમાણે, અમદાવાદમાંવર્ષ 2021 માં 14,64,666 નો દેશી દારૂ પકડાયો, જ્યારે વર્ષ 2022 માં 15,40,134 નો દેશી દારૂ ઝડપાયો. વર્ષ 2021 માં 2 કરોડ 71 લાખ 98 હજાર 267 નો વિદેશી દારૂ ઝડપાયો, જ્યારે વર્ષ 2022 માં 5 કરોડ 34 લાખ 99 હજાર 739 નો વિદેશી દારૂ ઝડપાયો હતો. તો સરકાર બેસે એ ગાંધીનગર માં પણ દારૂની રેલમછેલ થઈ હતી. 2021માં 24560 નો દેશી દારૂ પકડાયો જ્યારે વર્ષ 2022 માં 30780 નો દેશી દારૂ પકડાયો હતો. 2021માં 13 લાખ 13 હજાર 567 નો વિદેશી દારૂ પકડાયો હતો. વર્ષ 2022માં 10 લાખ 27 હજાર 402નો વિદેશી દારૂ પકડાયો હતો. છેલ્લા 2 વર્ષમાં પ્રોહિબિશનનાં કેસ નાં 360 આરોપી વોન્ટેડ હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો.

વિધાનસભા પરિસરમાં કોંગ્રેસે ગેસ સિલિન્ડર સાથે રાખી કર્યું વિરોધ પ્રદર્શન

હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે વિધાનસભા પરિસરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના ધારાસભ્યોએ ગેસ સિલિન્ડર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે. એક બાદ એક મુદ્દાઓને લઈ ચર્ચાઓ માટે માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ગૃહમાં રોજગારીનો મુદ્દો ગાજ્યો છે. ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ રોજગારીને લઈને સવાલ પુછ્યો હતો. તેના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો. સરકારે ગૃહમાં રાજ્યના 6 જિલ્લામાં 61 હજાર 58  બેરોજગારો નોંધાયા હોવાનું સ્વીકાર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget