શોધખોળ કરો

Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા

Ahmedabad Stone Pelting: જીતનો જશ્ન અમદાવાદના ખોખરામાં ચાલી રહ્યો હતો, આ દરમિયાન મોડી રાત્રે બે જૂથો વચ્ચે અચાનક પથ્થરમારાની ઘટના ઘટી હતી

Ahmedabad Stone Pelting: ગઇરાત્રે અમદાવાદમાં જીતના જશ્ન વચ્ચે પથ્થરમારાની ઘટના ઘટી હતી, શહેરના ખોખરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હોવાની વાત સામે આવી હતી, આ પછી બન્ને પક્ષો તરફથી નોંધાયેલા કેસમાં પોલીસે અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર ઘટના મોડી રાત્રે ભારત-પાકિસ્તાન મેચ બાદ જીતના જશ્ન દરમિયાન ઘટી હતી. 

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રૉફીની ગઇકાલે એક મેગા મેચ રમાઇ હતી, જેમાં ભારત અને પાકિસ્તાન બે કટ્ટર હરિફો આમને સામને ટકરાયા હતા. આ મેચમાં 6 વિકેટે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. આ પછી ભારતીયો દ્વારા સમગ્ર દેશમાં જીતનો જશ્ન મનાવાઇ રહ્યો હતો, આવો જ જશ્ન અમદાવાદના ખોખરામાં પણ ચાલી રહ્યો હતો, આ દરમિયાન મોડી રાત્રે બે જૂથો વચ્ચે અચાનક પથ્થરમારાની ઘટના ઘટી, ખોખરામાં બે જૂથો વચ્ચે ફટાકડા ફોડવાની બાબતને લઇને પથ્થરમારો થયો જેમાં બન્ને પક્ષો પોલીસ ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદના આધારે પોલીસે અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ પહેલા ગુલબાઇ ટેકરામાં પણ થયો હતો પથ્થરમારો

ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રાત્રે લગ્ન પ્રસંગ હતો. લગ્નના વરઘોડામાં મોટા અવાજથી ડીજે વગાડવામાં આવી રહ્યું હતું.  ઘોઘાટને કારણે સ્થાનિક જાગૃત નાગરિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. જેથી પોલીસ ડીજે બંધ કરાવવા માટે આવી હતી. શરૂઆતમાં પોલીસે ડીજે બંધ કરાવવા જાનૈયાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જાનૈયા ડીજે બંધ કરવા માટે તૈયાર થયા નહોતા. તેથી બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલા ચાલી થઈ હતી. કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ પર પથ્થર મારો થતા સમગ્ર વિસ્તારોમાં દોડધામ મચી ગઇ હતી. પથ્થર મારાના સમાચાર મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે પથ્થરમારો કરનારા વિરુદ્ધ ગુનો નોંધી કેસની તપાસ શરૂ કરી હતી. ઝોન 7 ના ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે હાલ આ વિસ્તારમાં શાંતિ છે, ઘટનામાં કોઇ પોલીસ ઇજાગ્રસ્ત નથી. ઘટનાને લઇ રાયટિંગની ફરિયાદ નોંધવામાં આવશે.                   

આ પણ વાંચો

અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારો, ડીજે બંધ કરાવવા ગઇ હતી પોલીસ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: આજે ઓડિશા પહોંચશે ચક્રવાત મોંથા, તમિલનાડુ-બંગાળમાં ભારે વરસાદ
Cyclone: આજે ઓડિશા પહોંચશે ચક્રવાત મોંથા, તમિલનાડુ-બંગાળમાં ભારે વરસાદ
WC Semi Final: '...તો રદ્દ થઈ શકે છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ, સેમિફાઈનલ અગાઉ આવ્યા મોટા સમાચાર
WC Semi Final: '...તો રદ્દ થઈ શકે છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ, સેમિફાઈનલ અગાઉ આવ્યા મોટા સમાચાર
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ટ્રમ્પનો ફરી મોટો દાવોઃ પીએમ મોદી અને પાક. સેના પ્રમુખને મેં સ્પષ્ટ કીધુ તું કે યુદ્ધ રોકો નહીં તો....
ટ્રમ્પનો ફરી મોટો દાવોઃ પીએમ મોદી અને પાક. સેના પ્રમુખને મેં સ્પષ્ટ કીધુ તું કે યુદ્ધ રોકો નહીં તો....
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહાય પેકેજની જાહેરાત ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશના મોહમાં માર ખાવાનો વારો!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસનો 'પાટીદાર' પ્રેમ?
Gujarat Politics : ભરત બોઘરાએ કોંગ્રેસના કાર્યક્રમને ગણાવ્યો સ્ટન્ટ, ખોડલધામ મુલાકાતને લઈ રાજકારણ
Bachu Khabad : મંત્રીપદ ગયા બાદ બચુ ખાબડ પહોંચ્યા કમલમ , મીડિયાનો કેમેરો જોઇ ભાગ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: આજે ઓડિશા પહોંચશે ચક્રવાત મોંથા, તમિલનાડુ-બંગાળમાં ભારે વરસાદ
Cyclone: આજે ઓડિશા પહોંચશે ચક્રવાત મોંથા, તમિલનાડુ-બંગાળમાં ભારે વરસાદ
WC Semi Final: '...તો રદ્દ થઈ શકે છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ, સેમિફાઈનલ અગાઉ આવ્યા મોટા સમાચાર
WC Semi Final: '...તો રદ્દ થઈ શકે છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ, સેમિફાઈનલ અગાઉ આવ્યા મોટા સમાચાર
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ટ્રમ્પનો ફરી મોટો દાવોઃ પીએમ મોદી અને પાક. સેના પ્રમુખને મેં સ્પષ્ટ કીધુ તું કે યુદ્ધ રોકો નહીં તો....
ટ્રમ્પનો ફરી મોટો દાવોઃ પીએમ મોદી અને પાક. સેના પ્રમુખને મેં સ્પષ્ટ કીધુ તું કે યુદ્ધ રોકો નહીં તો....
Cyclone Montha: વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું, ઈમરજન્સી સેવાઓ હાઈ એલર્ટ પર
Cyclone Montha: વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું, ઈમરજન્સી સેવાઓ હાઈ એલર્ટ પર
27% OBC અનામતના અમલ સાથે રાજ્યની 6 મહાનગરપાલિકાની બેઠકોનું રોટેશન જાહેર; અમદાવાદમાં 96 બેઠકો મહિલાઓ માટે અનામત
27% OBC અનામતના અમલ સાથે રાજ્યની 6 મહાનગરપાલિકાની બેઠકોનું રોટેશન જાહેર; અમદાવાદમાં 96 બેઠકો મહિલાઓ માટે અનામત
Shreyas Iyer: શ્રેયસ અય્યરની તબિયતને લઈ મોટા સમાચાર, BCCI એ જાહેર કર્યું મેડિકલ અપડેટ
Shreyas Iyer: શ્રેયસ અય્યરની તબિયતને લઈ મોટા સમાચાર, BCCI એ જાહેર કર્યું મેડિકલ અપડેટ
8મા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી: પંચ 18 મહિનામાં ભલામણો રજૂ કરશે; જાણો ક્યારથી લાગુ થશે નવો પગાર
8મા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી: પંચ 18 મહિનામાં ભલામણો રજૂ કરશે; જાણો ક્યારથી લાગુ થશે નવો પગાર
Embed widget