અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારો, ડીજે બંધ કરાવવા ગઇ હતી પોલીસ
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે બબાલ થઇ હતી

અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે બબાલ થઇ હતી. ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર મોડી રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા શખસો દ્વારા પોલીસ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જેને લઇને આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે પથ્થરમારો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ પર પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે ગણતરીની મિનિટોમાં પોલીસે સ્થિતિ કાબૂ મેળવ્યો હતો. વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. પથ્થરમારો કરનાર શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રાત્રે લગ્ન પ્રસંગ હતો. લગ્નના વરઘોડામાં મોટા અવાજથી ડીજે વગાડવામાં આવી રહ્યું હતું. ઘોઘાટને કારણે સ્થાનિક જાગૃત નાગરિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. જેથી પોલીસ ડીજે બંધ કરાવવા માટે આવી હતી. શરૂઆતમાં પોલીસે ડીજે બંધ કરાવવા જાનૈયાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જાનૈયા ડીજે બંધ કરવા માટે તૈયાર થયા નહોતા. તેથી બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલા ચાલી થઈ હતી. કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
પોલીસ પર પથ્થર મારો થતા સમગ્ર વિસ્તારોમાં દોડધામ મચી ગઇ હતી. પથ્થર મારાના સમાચાર મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે પથ્થરમારો કરનારા વિરુદ્ધ ગુનો નોંધી કેસની તપાસ શરૂ કરી હતી. ઝોન 7 ના ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે હાલ આ વિસ્તારમાં શાંતિ છે, ઘટનામાં કોઇ પોલીસ ઇજાગ્રસ્ત નથી. ઘટનાને લઇ રાયટિંગની ફરિયાદ નોંધવામાં આવશે.
Ahmedabad Accident:દારુ ઢીંચીને નશાખોરે BMW કાર અથડાવી રેલિંગ સાથે, રફ્તારનો કહેર





















