ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને લઈને સરકારનો મોટો નિર્ણય, હવે નાપાસ વિદ્યાર્થીઓનું નહીં બગડે વર્ષ
ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. અભ્યાસમાં અપવ્યય અને સ્થગિતતા ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે
ગાંધીનગર: આજે પરિણામ જાહેર થયું છે જેની ઉજવણી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. તો બીજી તરફ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. અભ્યાસમાં અપવ્યય અને સ્થગિતતા ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિધાર્થીઓનો શાળા કક્ષાએ રી-ટેસ્ટ લેવાશે. શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 9 અને 11 વિધાર્થીઓની રી-ટેસ્ટ લેવાનો નિર્ણય તા.13/06/2022 ના રોજ શાળાઓ ખુલ્યા પછી લેવામાં આવશે. વિધાર્થી હિતમાં લેવાયેલા આ નિર્ણયથી વિધાર્થીઓના અભ્યાસનું કિંમતી 1 વર્ષ બચશે અને તેઓ રી-ટેસ્ટમાં પાસ થવાથી તણાવ વિના આગળના વર્ષમાં અભ્યાસ કરી શકશે.
વડોદરા જિલ્લાના પરિણામે સૌને ચોંકાવ્યા
અમદાવાદ: આજે ધોરણ 12 બોર્ડ પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડની વેબસાઈટ પર રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા આવ્યું છે જ્યારે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 76.49 ટકા આવ્યું છે. જો કેન્દ્રની વાત કરીએ તો સૌથી ઓછું પરિણામ ડભોઇ કેન્દ્રનું 56.43 ટકા આવ્યું છે. તો બીજી તરફ 100 ટકા પરિણામ લાવનાર 3 કેન્દ્ર છે જેમાં સુબીર, છાપી, અલારસાનો સમાવેશ થાય છે. 1 જ સ્કૂલનું 10 ટકા કરતા ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણામ 4.56 ટકા વધારે આવ્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ- 84.67 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થીનિઓનું- 89.23 ટકા પરિણામ આવ્યું છે.
વિદ્યાથિનીઓએ મારી બાજી, 86.91% પરિણામ જાહેર
ગુજરાત બોર્ડે આજે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આજે સવારે 8 વાગ્યે gseb.org વેબ સાઇટ પર પરિણામ જાહેર થયું. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 25 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓ 12માં ધોરણ સામાન્ય પ્રવાહમાં બાજી મારી છે. સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનું રહ્યું. ગુજરાત બોર્ડ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.
ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું.. આ વખતે ધોરણ 12 સાયન્સમાં 95,361 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 સાયન્સનું 72 ટકા જાહેર થયું છે. 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 3,306 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે ધોરણ 12 સાયન્સ ગુજરાતી માધ્યમનું પરિણામ 72. 4 ટકા આવ્યું હતું. છે. રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા માટે 1,08,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
UPSCની તૈયારી કરી કલેકટર બનવા માગે છે દિવ્યાંગ વિદ્યાર્થી સ્મિત
રાજકોટ: આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ આવ્યું છે. A1 ગ્રેડમાં 402, A2 ગ્રેડમાં 2558, B1 ગ્રેડમાં 4166, B2 ગ્રેડમાં 4876 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોળકિયા સ્કૂલના ધોરણ 12ના દિવ્યાંગ વિદ્યાર્થી સ્મિત ચાંગેલા બોર્ડમાં ત્રીજો ક્રમ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે. સ્મિત ચાંગેલાએ 99.97 પર્સેન્ટાઈલ મેળવ્યા છે, જેમા 95 ટકા આવ્યા છે. તેમણે પરિણામ બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તે UPSCની તૈયારી કરી કલેકટર બનવા માગે છે. પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થી સ્મિત વ્હીલ ચેરમાં સ્કૂલે. પહોચ્યો હતો અને સાથી મિત્રો સાથે પરિણામની ઉજવણી કરી હતી.