શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં અને કરાં પડ્યા, જાણો વિગત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટો જોવા મળ્યો છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાં અને કરાં પડ્યા હતાં. જેના કારણે ગુજરાતમાં અંદાજે 9 લોકોનાં મોત નિપજ્યાં છે.
અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટો જોવા મળ્યો છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાં અને કરાં પડ્યા હતાં. જેના કારણે ગુજરાતમાં અંદાજે 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે પાડોશી મધ્યપ્રદેશમાં પણ ઝંઝાવાતી વરસાદને પગલે 14 વ્યક્તિનાં મોત થયા હોવાના અહેવાલ છે. રાજ્યના 19 જિલ્લામાં ઝંઝાવાતી વરસાદ પડ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે પહેલાં જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં. કમોસમી માવઠાથી ઉત્તર ગુજરાતમાં 9 લોકોનાં મોત થયા છે. ઠેર-ઠેર છાપરા ઊડવાના બનાવો પણ નોંધાયા છે.
અચાનક પડેલા વરસાદને કારણે ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો પાક પલળી જવા પામ્યો હતો તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદથી કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે.
કેટલાંક ઠેકાણે પશુધન પણ વીજળી પડવાથી મોતને ભેટ્યા હતા. ખેતરોમાં પાણી ભરાવાથી ડાંગર જેવા ઊભા પાકને પણ નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે.
સુરેન્દ્રનગર, મહેસાણા, સુરત, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મોરબી, આણંદ, નડિયાદ, બોટાદ અને ડાંગ સહિત અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં પડ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement