શોધખોળ કરો

NO CATTEL ZONE: અમદાવાદમાં રખડતા ઢોરને લઈને કમિશનરે આપ્યો મોટો આદેશ, આ જગ્યાએ ઢોર જોવા મળશે તો...

અમદાવાદ: ગુજરાતના અનેક શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરોના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ: ગુજરાતના અનેક શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરોના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મામલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી 60 દિવસમાં RFID પ્રક્રિયા પૂર્ણ કરવા પશુમાલિકોને આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટની આસપાસના વિસ્તારને નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પોતાના પશુઓ અંગેની તમામ માહિતી AMCના CNCD વિભાગને સોંપવા પોલીસ કમિશનરે આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટ આસપાસમાં રખડતા પશુઓ જોવા મળશે તો માલિકો સામે કડક સજા કરવા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર
અમરેલી:  સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામે દીપડાએ એક વૃદ્ધ મહિલાને ફાડી ખાધી હતી. બે દિવસ પહેલા ઝૂંપડામાં સૂતેલ વૃદ્ધ મહિલા ઉપર ખૂખાર દીપડાએ હુમલો કરતા મહિલા મોતને ભેટી હતી. જો કે, અન્ય કોઈ લોકોને દીપડો હુમલો ન કરે તે માટે વન વિભાગે તાત્કાલિક ધોરણે દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા જુદી જુદી જગ્યાએ ખુંખાર દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા હતા. ગઈ રાત્રે માનવ ભક્ષી દીપડાને વન વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યો.. હાલ આ દીપડાને જસાધાર એનિમલ કેર ખાતે લઈ જવામાં આવ્યો છે. દીપડો પકડાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

કચ્છ જિલ્લામાં મેઘરાજા મહેરબાન
ગાંધીનગરઃ ગુજરાતમા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા. નખત્રાણા, લખપત, અબડાસા તાલુકામાં વરસાદનું ઝોર વધ્યું છે. કચ્છમાં ગઈકાલથી આજ વહેલી સવાર સુધીમાં 8 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. લખપતમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય કચ્છના નખત્રાણામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. અબડાસાના કાંઠાળ વિસ્તારમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદી નાળા છલકાયા અને ડેમ તેમજ તળાવોમાં પણ જળસ્તર વધ્યું છે.

ભૂજમાં 2 ઈંચ, નખત્રાણામાં 6 ઈંચ, નલિયામાં 3 ઈંચ, અબડાસામાં 2થી 7 ઈંચ, મુંદ્રામાં સાડા 3 ઈંચ, ગાંધીધામમાં દોઢ ઈંચ અને ભચાઉમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. નખત્રાણા તાલુકાના કોટડા જડોદર, ઉખેડા, રસલિયા, ખોંભડી, મથલ, ટોડિયા, કાદિયા, વ્યાર, જાડાય, આમારા, નારણપર, બેરૂ, મોસુણા, ગંગોણ, વિભાપર, ભીટારા સહિતના ગામોમાં 24 કલાકમાં 4થી 8 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નાગલપર, અંગિયા, વિથોણ, દેવપર યક્ષ, આણંદપર, સાયરા, મોરગર, પલીવાડ, મંજલ સહિતના ગામોમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે ભુજ-નખત્રાણા હાઈવે પર આવેલો પાલરધુના ધોધ સોળે કળાએ ખીલ્યો  હતો.

 છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ લખપતમાં 11 ઈંચ અને વલસાડના કપરાડામાં નવ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીના સિઝનનો સરેરાશ 27.69 ટકા સુધી વરસાદ વરસ્યો હતો. રાજ્યના 12 તાલુકામાં 0 થી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 69 તાલુકામાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 88 તાલુકામાં સિઝનનો પાંચથી 10 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ઉપરાંત કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 51.84 ટકા વરસાદ વરસ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસChhota Udaipur VIDEO VIRAL: છોટાઉદેપુરની શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાનો વીડિયોKutch Murder Case : માંડવીમાં યુવતીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, સર્વ સમાજે મૌન રેલી યોજી કરી ન્યાયની માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget