શોધખોળ કરો

અમદાવાદ: મૃત્યુ બાદ પણ અંગદાન થકી અન્યના શરીરમાં જીવીત રહેશે ખેડાનો આ યુવાન

સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 60મું અંગદાન કરવામાં આવ્યું છે. ખેડાના 35 વર્ષીય યુવાનને બ્રેઇન હેમરેજ થતા તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 60મું અંગદાન કરવામાં આવ્યું છે. ખેડાના 35 વર્ષીય યુવાનને બ્રેઇન હેમરેજ થતા તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેમા હૃદય, બે કિડની અને એક લિવરનું દાન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 96 કિડની, 52 લીવર, 6 સ્વાદુપિંડ,10 હૃદય, 4 હાથ અને 8 ફેફસા સાથે 184 અંગના દાન કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, અંગદાન કરવાથી ઘણા લોકોને નવું જીવન મળે છે. આ પહેલા પણ અંગદાન થકી ઘણા લોકોની જિંદગી બચી શકી છે.

ગુજરાતમાં આવી પીએમ મોદી વિશે આ શું બોલ્યા અસસુદ્દીન ઔવેસી
Assuddin Owaisi Gujarat Visit: આજથી અસસુદ્દીન ઔવેસી બે દિવસ ગુજરાત પ્રવાસે છે, તારે આજે સરસપુર ખાતે ઈદ મીલાદ મિલન પ્રોગ્રામમાં તેમણે હાજરી આપી હતી. આ પ્રોગ્રામમાં ઔવેસીએ ભાજપ સરકાર સામે અને કોંગ્રેસ સામે ઘણા આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત જ્ઞાનવાપી મસ્જીદને લઈ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આજે દેશમાં નોકરીઓ નથી, બેરોજગાર સોથી વધારે આપણા દેશમાં છે, કોલસાની તંગી છે, સેમી કંડક્ટર મળતા નથી, ઓક્સિજન ન મળ્યો માત્ર નફરત વધારે છે. આઠ વર્ષમાં મોદી સરકારે આ આપ્યું છે. એવા પ્રયત્ન થઇ રહ્યા છે કે મુસલમાનોના કલ્ચરને ખતમ કરી નાખવામાં આવે. મોંઘવારી વિશે વાત નથી થતી, રૂપિયો ગગડી રહ્યો છે તેની વાત નથી થતી. પ્રધાનમંત્રી બન્યા પહેલાં મોદી કહેતા હતી કે પ્રધાનમંત્રી અને રૂપિયા વચ્ચે હોડ લાગી છે.

તેમણે જ્ઞાન વાપી મસ્જીદ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, 1991માં આ મુદ્દા પર અલ્હાબાદ કોર્ટે સ્ટે આપ્યો હતો. હવે નામ બદલી કોર્ટમાં જવામાં આવે છે. 1991ના સ્ટે ને ધ્યાને લેવામાં આવે. આખા દેશને જુઠુ બોલવામાં આવ્યું કે મંદિર તોડી બાબરી મસ્જિદ બનાવવાનાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ વાત ખોટી છે. 1991માં જે કાયદો બનાવવામાં આવ્યો તેમાં કહેવામાં આવ્યું કે 15 ઓગસ્ટ 1947માં જે સ્ટ્રેચર હતું તે રાખવામાં આવશે, તો કયા આધારે આજે સર્વે કરાવો છો. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર નજર રહેશે તેમ તેમણે રહ્યું હતું. આ ઉપરાંત સરકારની નિયતમાં ખોટ હોવાની વાત કરી.

અસસુદ્દીન ઔવેસી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, તમે દેશને રમખાણોના માહોલમાં ફરી મોકલાવા માંગો છો, જેમાં આખી પેઢી ખતમ થઇ ગઇ. અમે નથી ઇચ્છતા કે ફરી દેશમાં એ માહોલ ઉભો થાય. પ્રધાનમંત્રી અય્યુબ પટેલના દિકરીના આંસુનાં કારણે ભાવુક થયા તો 1991 કાયદા વિશે કેમ નથી બોલતા. તમારી બંધારણીય જવાબદારી છે કે તેઓ મૌન તોડે અને કહે 1991ના કાયદાના પાલન માટે સરકાર કટીબદ્ધ છે. આવા પ્રકારના હથકંડાથી જ અમે બાબરી મસ્જીદ ગુમાવી. હતી જેનાથી ભારત નબળું પડ્યું કાયદાનું પાલન ઘટ્યું. સુપ્રીમ કોર્ટને વચન આપ્યું હોવા છતાં બાબરી તોડવાનાં આવી. અમારી એક જ માંગ છે 1991ના કાયદાનું પાલન થાય.

આ ઉપરાંત તેમણે બીટીપી અને આપ મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દરેક પાર્ટીને અલાયન્સ કરવાનો અધિકાર છે. કોંગ્રેસ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, ગુજરાતમાં 8 થી 10 ધારાસભ્યો બન્યા તો કોગ્રેસ શુ કરશે. કોંગ્રેસ ચાર્જ ન થવા વાળી બેટરી છે, તે ફરીથી રીચાર્જ થશે નહીં. તે માત્ર આક્ષેપ કરે છે, મોટા મોટા લોકો તેમની સાથે કામ કરવા તૈયાર નથી.  તેમણે બીજેપી પર નિશાન તાકતા કહ્યું કે, ભાજપ પાર્ટી નિરાશ છે તેમનું ફ્રસ્ટેશન છે. હું તોડવાની નહી જોડવાની વાત કરૂ છુ. ગરીબો વોટ આપે છે અમીરો નહીં, પણ ગરીબોને જ પરેશાન કરવામાં આવે છે. શા માટે ખંભાતમા અને હિંમતનગરમાં મકાનો તુટ્યા તો પ્રધાનમંત્રી ભાવુક ન થયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
Embed widget