(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: એસટી નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર,7 ટકા ભથ્થું ચુકવવાનો સરકારે લીધો નિર્ણય
અમદાવાદ: એસટી નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેના કારણે આ કર્મચારીઓના તહેવારો સુધરી જશે. એસટીના કર્મીઓને બાકી 7 ટકા ભથ્થુ ચુકવવાનો સરકારે નિર્ણય કર્યો છે.
અમદાવાદ: એસટી નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેના કારણે આ કર્મચારીઓના તહેવારો સુધરી જશે. એસટીના કર્મીઓને બાકી 7 ટકા ભથ્થુ ચુકવવાનો સરકારે નિર્ણય કર્યો છે. બાકી 4 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવવા સમિતિએ માગ કરી છે. બોનસ સહિત પડતર પ્રશ્નના નિરાકરણની સમિતિએ માગ કરી છે. અગાઉ 11 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવવા માગ કરી હતી.
વરસાદ અને પૂરના અસરગ્રસ્તો માટે ગુજરાત સરકાર તરફથી રાહત સહાય યોજના જાહેર
તાજેતરમાં જ ગુજરાતમાં આવેલા ભારે વરસાદ અને પુરના કારણે હજારો લોકોને અસર પહોંચી હતી, કેટલાક ગામોમાં પુરનું પાણી ઘૂસ્યુ ગયુ હતુ અને અનેક વસ્તુઓ સહિત ઘરો તબાહ થઇ હતા. ગુજરાતમાં આ મોટા પાયે થયેલા નુકસાની માટે હવે ગુજરાત સરકારે અસરગ્રસ્તો માટે રાહત પેકેજ યોજના જાહેર કરી છે.
ભાદરવામાં આવેલી ભારે વરસાદે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે કેર વર્તાવ્યો હતો. વરસાદ અને પુરના કારણે અનેક ગામોમાં સમસ્યા સર્જાઇ હતી, હવે આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાહત પેકેજ યોજના જાહેર કરી છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરના કારણે અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વેપાર-ધંધા અને સેવાકીય પ્રવૃત્તિઓને નુકસાનમાંથી પુન: બેઠા કરવા રાહત સહાય યોજના જાહેર કરી છે.
આ સહાય યોજના અંતર્ગત અસરગ્રસ્ત ગામોના લારી/રેકડી, નાની કેબિન/ દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. આ ઉપરાંત માસિક ₹5 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારી/મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લૉન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી વાતાવરણનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. આ સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં હળવો વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે. . સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનો અનુમાન છે. ચોમાસા દરમિયાન રાજ્યમાં છલકાયેલા જળાશયોની વાત કરીએ તો તેની સંખ્યાની વધીને 69 પર પહોંચી છે. સૌરાષ્ટ્રના 39, કચ્છના 12, મધ્ય ગુજરાતના 10, તો દક્ષિણ ગુજરાતના સાત અને ઉત્તર ગુજરાતનું એક જળાશય છલોછલ થયા છે. રાજ્યના 206 પૈકી 146 જળાશયો હાઈએલર્ટ પર છે તો 112 હાઈએલર્ટ પર છે, 19 એલર્ટ તો 15 જળાશયો વોર્નિંગ પર છે. તો 60 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.